બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરમાં ખુલ્લેઆમ પોટલીમાં વેચાતા દારૂનો વીડિયો વાયરલ, સવાર-સાંજ લોકો પીતા જોવા મળ્યાં

ગુજરાત / ભાવનગરમાં ખુલ્લેઆમ પોટલીમાં વેચાતા દારૂનો વીડિયો વાયરલ, સવાર-સાંજ લોકો પીતા જોવા મળ્યાં

Nidhi Panchal

Last Updated: 08:48 PM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કહેવાતી કડક દારૂબંધી વચ્ચે ભાવનગરમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ખુલ્લેઆમ પોટલીઓમાં વેચાતા દેશી દારૂ અને લોકો દ્વારા ખુલ્લામાં થતા સેવનના દ્રશ્યો CCTVમાં કેદ થતાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે

ગુજરાત રાજ્યમાં કાયદાકીય રીતે સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં પણ અનેક જગ્યા પર ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ અને સેવન થતું હોવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સાંસ્કૃતિક નગરી ભાવનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં દારૂબંધીના નિયમોની ખુલ્લેઆમ ઐસીતૈસી થતી જોવા મળી રહી છે.

bhavnagar

એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જેમાં પ્લાસ્ટિકની પોટલીઓમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને બુટલેગરો વચ્ચેની મિલીભગતની આશંકાઓ સેવાઈ રહી છે.

વડવા તલાવડી વિસ્તારમાં આવેલા શિવાજી ચોક

પ્રાપ્ત વિગતો અને લોકચર્ચાઓ અનુસાર, આ વાયરલ થયેલો વીડિયો ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલા શિવાજી ચોક ખાતેનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વહેલી સવારે અને સાંજના સમયે કોઈ પણ પ્રકારના ડર વગર અસામાજિક તત્વો અને સ્થાનિક લોકો ખુલ્લા રોડ પર જ દારૂનું સેવન કરતા નજરે પડી રહ્યા છે.

daru

દારૂની પોટલીઓ વહેંચવામાં

એટલું જ નહીં, બુટલેગરો દ્વારા ગ્રાહકોને ખુલ્લેઆમ દારૂની પોટલીઓ વહેંચવામાં આવી રહી છે. કાયદાના રક્ષકોની નાકની નીચે ચાલી રહેલા આ કાળા કારોબારમાં લોકો દારૂ ખરીદીને ત્યાં જ પીતા હોય તેવા તમામ ચોંકાવનારા દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થયા છે.

આ પણ વાંચો : કચ્છમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાઈ, સ્ત્રી બનીને રૂપિયા પડાવતા

રાજ્યમાં કડક પોલીસ વડાની સૂચનાઓ હોવા છતાં, નિયમોના લીરેલીરા ઉડાવતો આ વીડિયો વાયરલ થતાં જ ભાવનગર પોલીસની કડક કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોમાં આ ખુલ્લા વેચાણને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વહેલી સવારથી જ દારૂડિયાઓના જમાવડાને લીધે મહિલાઓ અને બાળકોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે, VTVNEWS આ વાયરલ વીડિયોની સત્યતા કે તેની પુષ્ટિ (ખાતરી) કરતું નથી, પરંતુ આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને સ્થાનિકો હવે આ મામલે પોલીસ તુરંત સખત એક્શન લે તેવી માંગ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar liquor Open liquor sale prohibition video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ