Cyclone Biparjoy News: રાહત કમિશ્નર આલોક પાંડેનું મોટું નિવેદન, વાવાઝોડાથી હજુ કોઈ માનવ મૃત્યુ નથી થયું, 474 કાચા મકાનોને નુકસાન થયું છે, કેશડોલ્સ બાબતે GR તૈયાર કરી જાહેરાત કરાશે
રાહત કમિશનર આલોક પાંડેનું નિવેદન
વાવાઝોડાથી હજુ કોઈ માનવ મૃત્યુ નથી થયું
1 લાખ કરતા વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા
ગ્રામ્ય વિસ્તારમાં રિસ્ટોરેશન કામગીરી ચાલું
474 કાચા મકાનોને નુકસાન થયું છે: આલોક પાંડે
કેશડોલ્સ બાબતે GR તૈયાર કરી જાહેરાત કરાશે
બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. આ તરફ હવે રાહત કમિશ્નર આલોક પાંડેનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાહત કમિશ્નર આલોક પાંડેએ કહ્યું છે કે, વાવાઝોડાથી હજુ કોઈ માનવ મૃત્યુ નથી થયું. તેમણે ઉમેર્યું કે, 1 લાખ કરતા વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા. હાલ ગ્રામ્ય વિસ્તારમાં રિસ્ટોરેશન કામગીરી ચાલું છે. આલોક પાંડેએ કહ્યું કે, 474 કાચા મકાનોને નુકસાન થયું છે. આ સાથે કેશડોલ્સ બાબતે GR તૈયાર કરી જાહેરાત કરાશે તેવું ઉમેર્યું હતું.
अभी हमें सतर्क रहना होगा। अभी तक करीब 24-25 लोग घायल हुए हैं और एक भी व्यक्ति की मृत्यु नहीं हुई है। करीब 60 कच्चे मकान टूटे हैं। अभी कच्छ, बनासकांठा, पाटन जिले में अलर्ट जारी किया गया है। सेंट्रल गुजरात के क्षेत्रों में अति भारी बारिश की संभावना है और हवा की गति भी तेज रहेगी:… pic.twitter.com/vqjDuivuPR
ગુજરાતમાં ગઈકાલે બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ તંત્ર કામે લાગ્યુ છે. આ દરમિયાન રાહત કમિશ્નર આલોક પાંડે વાવાઝોડા અંગે માહિતી આપી છે. આલોક પાંડેએ કહ્યું કે, બિપોરજોયના કારણે હજૂ માનવ મૃત્યુ થયું નથી, સૌથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, પરિસ્થિતિ પ્રમાણે સ્થળાંતરિત કરાયેલા લોકો પરત ફરશે. આલોક પાંડેએ કહ્યું છે કે, ગુજરાતભરમાં 1 લાખ કરતા વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા. વાવાઝોડા વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, 2 રસ્તાઓ હાલ બંધ છે જેમા બે જગ્યાઓ નુકશાન થયુ છે.
રાહત કમિશ્નર આલોક પાંડે
વીજળીના પોલ રીસ્ટોર કરવા કવાયત
રાહત કમિશ્નર આલોક પાંડે એ કહ્યું કે, ગામોમાં રીસ્ટોરેશન કામગીરી ચાલી રહી છે. વાવાઝોડા દરમિયાન ધરાશાઈ થયેલ વીજળીના પોલ રીસ્ટોર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, 524 વૃક્ષો ધરાશાયી થયા છે જેને દૂર કરવામા આવી રહ્યા છે, ગુજરાતભરમાં 474 કાચા મકાનોને નુકસાન થયુ છે. તેમણે ઉમેર્યું કે, પ્રી-સાયક્લોનિક ડેથ સંદર્ભે માહિતી પાછળથી આવશે. જોકે હાલ તો ચક્રવાતના કારણે કોઈ મૃત્યુ થયા નથી,
જિલ્લાઓને પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવા સૂચના
બિપોરજોય વાવાઝોડા બાદ હવે તંત્ર દ્વારા કચ્છ સિવાયના જિલ્લાઓને પ્રાથમિક રીપોર્ટ રજૂ કરવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, આજે કેશ ડોલ્સની જાહેરાત થઈ શકે છે. કેશડોલ્સ બાબતે જીઆર હાલ તૈયાર થઈ રહ્યો છે. રાજ્યમાં સંપૂર્ણ નુકશાન પાકા મકાન-9, કાચા મકાનોને સંપુર્ણ નુકશાન-20 તો ઝૂંપડાને સંપૂર્ણ નુકશાન-65 હોવાનુ સામે આવ્યું છે. આ રાજ્યમાં હાલ અબડાસાના દેસલપરથી નલીયા રસ્તો વૃક્ષ ધરાશાઈ થવાને કારણે બંધ છે. આ સાથે અબડાસાના લાયજા-બાડા-મોડકુબા-સાંધણ-કોઠારા રોડ ઓવર ટોપિંગ ના કારણે બંધ તો પોરબંદરનો પોરબંદર બાયપાસ ઓડદર ઈંદિરાનગર રોડ ભારે પવનના કારણે બંધ છે.
આ તરફ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તીએ બિપોરજોય વાવાઝોડાને લઈ મોટું નિવેદન આપ્યું છે. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડાની સ્પીડ 125 હતી, હજુ પણ વાવાઝોડુ કચ્છ પર જ છે. આ સાથે કહ્યું કે, આગાળ જતા વાવાઝોડુ નબળુ પડશે. તેમણે ઉમેર્યું કે, વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વ રહેશે. આગળ જતા વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાય જશે. આ બધાની વચ્ચે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ રહેશે.