બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat ATS Operation: Ahmedabad Blast Terrorist Arrested

BIG NEWS / ગુજરાત ATSએ કાશ્મીરમાં ઘુસી મોટું ઓપરેશન પાર પાડ્યું, અમદાવાદ બ્લાસ્ટનો આતંકવાદી ઝડપાયો

Parth

Last Updated: 03:49 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસને આજે મોટી સફળતા મળી છે જેમા એક આરોપી અમદાવાદમાં બ્લાસ્ટનો આરોપી છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ ઘૂસાડવાનો આરોપી છે.

  • ગુજરાત ATSને મળી મોટી સફળતા 
  • કાશ્મીરથી પકડાયા ગુજરાતના બે મોટા ગુનેગારો 
  • અમદાવાદ બ્લાસ્ટનો આતંકવાદી અને ચરસ ઘૂસાડવાનો આરોપી ઝડપાયા 

ગુજરાત ATSને મળી મોટી સફળતા 
ગુજરાતમાં આતંકી ષડયંત્રની સામે રાજ્યની ATSને મોટી સફળતા મળી છે. પંદર વર્ષથી ફરાર ચાલી રહેલા બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે અને બંનેને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમા તેમણે આ ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોની પીઠ થાબડી હતી. 

કાલુપુરમાં કર્યો હતો બ્લાસ્ટ, 15 વર્ષથી હતો ફરાર 
આશિષ ભાટિયાએ કહ્યું કે ગુજરાત પોલીસને આજે મોટી સફળતા મળી છે જેમા એક આરોપી અમદાવાદમાં બ્લાસ્ટનો આરોપી છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ ઘૂસાડવાનો આરોપી છે. વર્ષ 2006માં ગુજરાતનાં અમદાવાદ શહેરમાં આવેલ કાલુપુર સ્ટેશન પર અડધી રાતે દોઢ વાગે બ્લાસ્ટ થયો હતો જેમા એક વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે તપાસ કરવામાં સામે આવ્યું હતું કે કાશ્મીરથી LETના મોડ્યુલનાં આતંકવાદીઓ આ આતંકી હુમલાઓની પાછળ હતા. આતંકી હુમલા કરનારા નવ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે છેલ્લા 15 વર્ષથી બિલાલ કાશ્મીરી નામનો આરોપી ફરાર ચાલી રહ્યો હતો. 

J&K પોલીસની મદદથી બેની ધરપકડ કરાઇ 
દિપેન ભદ્રનના નેતૃત્વમાં ગુજરાતનાં પોલીસ જવાનોની એક ટીમ જમ્મૂ કાશ્મીર પહોંચી હતી જ્યાં જમ્મૂ અને કાશ્મીર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

LETમાં જોડાઈ બન્યો આતંકી 
નોંધનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ કશ્મીરી નામનો આતંકી 2006માં ભરૂચમાં આવેલ મદરેસામાં ભણતો હતો અને તે બાદ તે લશ્કર એ તોયબા નામક ખૂંખાર આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયો હતો. 

POKમાં જતાં હતા ટ્રેનિંગ લેવા, નવની ધરપકડ અને એકનું એન્કાઉન્ટ થયું હતું 
તપાસમાં સામે આવ્યું હતું કે આ તમામ આતંકવાદીઓને ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ આખી ઘટનામાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એક અન્ય એક આરોપી બશીર કાશ્મીરી નામક આતંકવાદી કાશ્મીરમાં એક એન્કાઉન્ટમાં ઠાર થયો હતો. 

ચરસનો આરોપી હુસૈન અલી ડાર ઝડપાયો 
બીજા જે આરોપીની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેનું નામ મોહંમદ હુસેન ઉર્ફે હુસેન અલી ડાર છે. ગુજરાતમાં 108 કિલો ચરસ લાવવાનો આરોપી ડાર પણ 2006થી જ ફરાર હતો. ઉનવામાં પકડાયેલા દસ કિલો ચરસનાં કેસમાં પૂછપરછ બાદ ડારનું નામ ખૂલ્યું હતું. આ જ કેસમાં પહેલા શંકરપ્રસાદ નામક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જે એરફોર્સની નોકરી છોડીને તેના જ આઈ કાર્ડનો ઉપયોગ કરીને રાજ્યમાં ચરસ છુપાડતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

AHMEDABAD BLAST DGP Ashish Bhatiya DGP આશિષ ભાટીયા Gujarat ATS ગુજરાત ATS Gujarat ATS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ