બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat ATS arrested 4 Dawood's persons in ahmedabad

BIG BREAKING / અમદાવાદમાં ઝડપાયા દાઉદના ચાર સાગરીતો, 1993 મુંબઈ બ્લાસ્ટમાં હતા વૉન્ટેડ

Dhruv

Last Updated: 12:35 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.

  • ગુજરાત ATSને મળી વધુ એક સફળતા
  • દાઉદની નજીકના 4 સાગરીતોની કરાઇ ધરપકડ
  • 1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા

ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગુજરાત ATSએ 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના 4 સાગરીતોની ધરપકડ કરી છે. ATSએ અમદાવાદમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે. આ ચારેય સાગરિતો બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યાં હતા. તેઓ નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતાં. ATSએ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીની ધરપકડ કરી છે.

તેઓ સતત પોતાના સરનામા બદલતા રહેતા

વધુમાં જણાવી દઇએ કે, એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ સતત પોતાના સરનામા બદલતા રહેતા. આ લોકોના પાસપોર્ટ પર નામ-સરનામાથી લઇને બધું જ નકલી હતુ. આ લોકોની પહેલાં ખરાઇ કરવામાં આવી. જ્યાર બાદ જાણ થઇ કે આ લોકો 1993 બ્લાસ્ટના આરોપીઓ જ છે.

12 માર્ચ 1993 ના રોજ મુંબઇ થયો હતો બોમ્બ બ્લાસ્ટ

ઉલ્લેખનીય છે કે, 12 માર્ચ 1993 ના રોજ મુંબઇ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વર્ષ 1993 અને તારીખ 12 માર્ચના રોજ મુંબઈમાં અનુક્રમે એક-બે નહીં પરંતુ 12 સીરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઇ હલબલી ઉઠ્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટમાં અંદાજે 250થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

1993 mumbai blast Ahmedabad news Dawood Ibrahim Gujarat ATS ગુજરાત ATS Gujarat ATS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ