Gujarat ATS action in junior clerk paper leak case
કાર્યવાહી. /
પેપરલીક કાંડમાં ગુજરાત ATSનું વડોદરા અને અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન, ઓફિસો સીલ, વધુ 2 આરોપી જાપ્તામાં
Team VTV06:37 PM, 03 Feb 23
| Updated: 06:40 PM, 03 Feb 23
જૂનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ગુજરાત ATSએ આરોપી નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી અને કેતન બારોટની ઓફિસમાં સર્ચ હાથ ધર્યું
જૂનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી
આરોપીઓની ઓફિસમાં સર્ચની કાર્યવાહી હાથ ધરાઇ
નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી, અને કેતન બારોટની ઓફિસમાં સર્ચ
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીંક મામલે ગુજરાત એટીએસ દ્વારા એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. એવામાં જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં વધુ બે આરોપી ઝડપાયા છે. જુનિયર ક્લાર્ક પેપરલીક ના બે આરોપી નિશિકાંત સિંહા અને સુમિત રાજપૂતને ગુજરાત ATSએ કોલકોતાથી પકડી પાડ્યા છે. જણાવી દઈએ કે જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં અત્યાર સુધી 19 આરોપી ઝડપાયા છે. જેમને વડોદરા કોર્ટમાં રજૂ કરાય છે. તેમજ આરોપીઓની ઓફિસમાં સર્ચ હાથ ધરાયું છે.
ATSનુું સર્ચ
આરોપીઓની ઓફિસમાં સર્ચની કાર્યવાહી
જૂનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ગુજરાત ATSની કાર્યવાહીનો ધમધમાટ શરૂ છે. આરોપીઓની ઓફિસમાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી અને કેતન બારોટની ઓફિસમાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિશિકાંત અને ભાસ્કરની ઓફિસ વડોદરામાં આવેલી છે જ્યારે કેતન બારોટની ઓફિસ અમદાવાદમાં છે. તેમને જણાવી દઈએ કે, આ તમામ ઓફિસ એક્ઝામિનેશન સેન્ટર્સ પણ છે.
ATSનુું સર્ચ
પેપર લીક મામલે યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો ખુલાસો
પેપર લીક મામલે યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને ખુલાસો કરતા કહ્યું કે, રવિવારના રોજ પરીક્ષામાં પેપર ફૂટવાની સંભાવના વ્યક્ત કરી હતી અને તેના જ ભાગરૂપે જે તપાસ થઇ તેની ATSએ તપાસ કરી. ATSએ કરેલી તપાસમાં જે પણ નામ સામે આવ્યા છે, જે શંકાસ્પદ વ્યક્તિઓ પેપર ફોડવાની ઘટના સાથે સંકળાયેલા હતા તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે નામ જાહેર થયા છે તેમાં મુખ્ય 3 વ્યક્તિઓ કે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા (પ્રાંતિજ) કે જેઓ માત્ર જુનિયર ક્લાર્કના પેપર લીક સાથે જ સંકળાયેલા નથી. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઓનલાઇન પરીક્ષાના કૌભાંડ સાથે સીધા સંકળાયેલા છે. જેમ કે, ભૂતકાળમાં જે-જે પણ પરીક્ષાઓ લેવાઇ છે તેમાં મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને પણ 70થી 80 લાખ રૂપિયા ઉઘરાવેલા છે.'
પેપર કાંડના એપી સેન્ટર સ્ટેકવાઇસ ટેક્નોલોજી સીલ
જુનિયર ક્લાર્કના પેપર લીક પ્રકરણમાં પ્રમુખ બજાર કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેકવાઇસ ટેક્નોલોજીને પોલીસે સીલ કરી દીધું હતું. જે બાદ અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ લેવામાં આવનાર JEEની પરીક્ષા માટે 400 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર માટે વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઇઝ ટેકનોલોજી સેન્ટર ફાળવવામાં આવ્યું હતું.
ક્લાસીસ પર ત્રાટકી હતી ATSની ટીમ
વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસ પર શનિવારે મોડી રાત્રે ATSની ટીમ ત્રાટકી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. ATS દ્વારા ધરપકડ કરાયેલા શખ્સોના CCTV આવ્યા સામે હતા. જે મુજબ રાત્રે 2:21 વાગ્યે ATSની ટીમ 15 આરોપીઓને લઈને રવાના થઈ હતી. એટીએસ દ્વારા સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરી સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ATSની ટીમને કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા હતા.