બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર, 2027ને બદલે એક વર્ષ પહેલા ચૂંટણીની શક્યતા

બ્રેકિંગ / ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર, 2027ને બદલે એક વર્ષ પહેલા ચૂંટણીની શક્યતા

Last Updated: 06:01 PM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચૂંટણી 2027ને બદલે 2026માં યોજાવાની શક્યતા જણાઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2027ને બદલે 2026માં યોજાવાની શક્યતા છે. ત્યારે આવતીકાલે લોકસભામાં નવાજૂનીના એંધાણ થઇ શકે તેમ પણ જાણવા મળ્યું છે. ત્યારે આ દરમિયાન ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ પોતાના સાંસદોને ફરજિયાત હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું હતું.

સંસદમાં હાજર રહેવા વ્હિપ

ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીઓ દ્વારા 13-14 ડિસેમ્બરે તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા વ્હિપ જાહેર કરાયું હતું. ત્યારે આવતીકાલે સંસદમાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ થઇ તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે વન નેશન વન ઇલેક્શન બિલ પસાર થાય તો ગુજરાતની ચૂંટણી 1 વર્ષ પહેલાં યોજાશે.

વધુ વાંચો : 'મારા પર લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા..' આપાગીગા મંદિર વિવાદ પર વિજય બાપુનું નિવેદન

ત્યારે 2027ને બદલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2026માં જ યોજવી પડે તેવા એંધાણ હાલ લાગી રહ્યા છે. જોકે આખરી નિયમો સત્તાવાર કેન્દ્ર સરકાર જાહેર કરશે. પરંતુ લોકસભા પ્રમાણે વન નેશન વન ઈલેક્શન ૨૦૨૯ માં આવે છે. ત્યારે ગુજરાત ની ચૂંટણી ડિસેમ્બર 2027 માં થાય તો લોકસભા મે 2029 માં થાય એટલે ૧ વર્ષ લંબાય તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly Elections Gujarat Assembly Gujarat Assembly Election News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ