બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / Gujarat assembly by-election result bjp congress ncp

પરિણામ / ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં ચારેય બેઠક પર ભાજપની જીત

vtvAdmin

Last Updated: 09:10 PM, 23 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ગુજરાત રાજકીય રીતે ઘણુ મહત્વપૂર્ણ રાજ્ય છે. લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. આ વખતે સૌની નજર ગુજરાત રાજ્ય પર હતી. ત્યારે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઇ છે સાથે 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી તેમાં પણ તમામ બેઠકો પર ભાજપની જીત થઇ છે.

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26 બેઠકો પર જીત નોંધાવી હતી અને પાર્ટીને 60 ટકા મત મળ્યા હતા, ત્યારે આ વખતે ભાજપે તમામ 26 બેઠકો પર બાજી મારી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના 7થી 8 બેઠકોના દાવાઓનો છેદ ઉડ્યો છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો સાથે વિધાનસભાની 4 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં પણ કેસરીયો કરતા ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.

મહત્વનું છે કે, આ તમામ વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવારો શરૂઆતથી જ આગળ ચાલી રહ્યા હતા. ત્યારે આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત પણ થઇ ચૂકી છે.

ગુજરાતમાં 4 વિધાનસભા બેઠકના પરિણામ
આજે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. ગુજરાતમાં 4 વિધાનસભા બેઠક ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય માટે ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકો પર પણ ભાજપની જીત થઇ ચૂકી છે. ધ્રાંગધ્રાથી ભાજપના પરસોત્તમ સાબરિયાની જીત થઇ છે અને કોંગ્રેસના દિનેશ પટેલની હાર થઇ છે. તો ઊંઝાથી આશા પટેલની જીત થઇ છે, જ્યારે કામુ પટેલની હાર થઇ છે. જ્યારે જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલની જીત થઇ છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ સભાયાની હાર થઇ છે. જ્યારે માણાવદરથી જવાહર ચાવડાની જીત થઇ છે અને અરવિંદ લાડાણીની હાર થઇ છે. જ્યારે એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલની પણ હાર થઇ છે. મહત્વનું છે કે, ધારાસભ્યોએ પક્ષ પલ્ટો કરતા ચૂંટણી યોજાઈ હતી.

કોની જીત કોની હાર

બેઠક ભાજપ ઉમેદવાર પરિણામ કોંગ્રેસ ઉમેદવાર પરિણામ
ધ્રાંગધ્રા પરસોત્તમ સાબરિયા જીત દિનેશ પટેલ હાર
જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ જીત જયંતિ સભાયા હાર
માણાવદર જવાહર ચાવડા જીત અરવિંદ લાડાણી હાર
ઊંઝા આશા પટેલ જીત કામુ પટેલ હાર

ભાજપના 4 વિધાનસભાના ઉમેદવારો

1. ધ્રાંગધ્રા - પરસોત્તમ સાબરિયા 
2. જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ 
3. માણાવદર - જવાહર ચાવડા
4. ઉંઝા - આશા પટેલ

કોંગ્રેસના 4 વિધાનસભાના ઉમેદવારો

1. ધ્રાંગધ્રા - દિનેશ જીવરાજ પટેલ
2. જામનગર ગ્રામ્ય - જયંતિ સભાયા
3. માણાવદર - અરવિંદ લાડાણી 
4. ઉંઝા - કામુ પટેલ(કાન્તિલાલ મુળજીભાઇ પટેલ)

NCPના વિધાનસભાના ઉમેદવાર

1. માણાવદર - રેશ્મા પટેલ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat assembly by-election result congress Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ