બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી, વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રીનું એલાન

બ્રેકિંગ / ગુજરાતમાં 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી, વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રીનું એલાન

Last Updated: 01:35 PM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં 1900 ડૉક્ટરની ભરતી કરવામાં આવશે.

આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1900થી વધુ ડૉક્ટરની ભરતી કરવામાં આવનાર છે. જેમાં વર્ગ-1ની 1100થી વધુ જગ્યા ભરાશે. અને વર્ગ-2ની 800 જગ્યા ભરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આ ભરતીને લઇ દેખાડા કરવામાં આવ્યા હતા. આ આંદોલનમાં મોટી માત્રામાં ઉમેદવારો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ

ત્યારે ગાંધીનગર ખાતે સરકરના વિરોધમાં દેખાડા કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં યુવાનોને ટીંગાટોળી કરીને લઇ જવામાં આવ્યા હતા. જોકે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલ ભરતીની આ માંગને સરકારે છેવટે સાંભળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Doctor Recruitment Doctor Recruitment News Health Minister Hrishikesh Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ