બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લઇ લીધા, જુઓ Video

પદભાર / ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લઇ લીધા, જુઓ Video

Last Updated: 01:40 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત બાદ ચૂંટાયેલા પાંચેય સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું. રાજ્યમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાતની બેઠકો પર મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીનું પરિણામ પર લોકસભાના પરિણામની સાથે જ આવ્યું હતું અને આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ત્યારે હવે ચૂંટાયેલા આ પાંચેય સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે.

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા, વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી અને ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો વિજય થયો છે. આ સાથે જ હવે વિધાન સભાની કુલ 182 બેઠકોમાંથી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ ચુક્યું છે.

હજુ પણ વિસાવદરની બેઠક ખાલી પડી છે, જેના પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે કોર્ટમાં અરજી પેન્ડિંગ પડી છે. હર્ષદ રીબડિયાએ વિસાવદરના તત્કાલિન આપ એમએલએ ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. પછીથી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં જીત બાદ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તો ફરીથી વિધાનસભા ખંડિત થઈ શકે છે.

વધુ વાંચો: અમિત શાહને ગૃહ તો સી આર પાટિલને ફાળે ગયું આ મંત્રાલય, જુઓ ખાતા ફાળવણીનું લિસ્ટ

જણાવી દઈએ કે પોરબંદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 1,16,808 મતથી વિજયી થયા, તો વિજાપુર બેઠક પર સી. જે. ચાવડાનો 56,228 મતથી વિજય થયો, વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 82,108 મતથી જીત થઈ છે. ઉપરાંત માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીનો 31,016 મતથી જીત્યા, અને ખંભાત બેઠક પર ચિરાગ પટેલનો 38,328 મતથી વિજય થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly By Election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ