બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Assembly 2022 Election: State BJP 579 Mandal meeting on January 20

ગાંધીનગર / ભાજપ સંગઠનના ઈતિહાસમાં પ્રથમ વખત બનશે ઘટના, 20 જાન્યુઆરીએ આયોજન

Vishnu

Last Updated: 11:40 PM, 15 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની આગામી 2022ની ચૂંટણીને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. છે ત્યારે ભાજપ તેની શક્તિને વધુ મજબૂત કરવામાં જોતરાઈ ગયું છે.

  • પ્રદેશ ભાજપના 579 મંડળની એક સાથે યોજાશે બેઠક
  • 20 જાન્યુઆરીના બેઠકનું આયોજન
  • શક્તિ કેન્દ્ર અને પેજ સમિતિને મજબૂત બનાવવાનો ઉદ્દેશ    

ગુજરાતમાં સક્રિય દરેક રાજકીય પાર્ટીઓએ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો જંગ જીતવા કમરકસી છે. ત્યારે ગુજરાત ભાજપ એક બાદ એક ચૂંટણીના સોગઠા ગોઠવી રહ્યું છે. 

ભાજપ સંગઠનના ઈતિહાસમાં પ્રથમ વખત બનવા જઈ રહેલી ઘટના
પ્રદેશ ભાજપના 579 મંડળની એક સાથે બેઠક યોજવાનું આયોજન 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેમાં શક્તિ કેન્દ્ર અને પેજ સમિતિને મજબૂત બનાવવાનો ઉદ્દેશ હેતુ આ મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત મળી રહી છે. ભાજપ સંગઠનની ચાલી રહેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ સંગઠનના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બનશે કે પ્રદેશ ભાજપના 579 મંડળની એકીસાથે બેઠક લેવામાં આવશે.20 જાન્યુઆરીના રોજ બપોરે 12.15 વાગ્યે મળનારી આ બેઠક પર હાલ તો સૌ કૉઈની મીટ મંડાયેલી છે.

પેજ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર ગુજરાત ભાજપની તાકાત
જો પેજ પ્રમુખ થી શક્તિ કેન્દ્ર ની વયસ્થાની વાત કરવાં આવે તો 30 મતદારો પર 1 પેજ પ્રમુખ હોય છે.જ્યારે 35 થી 40 પેજ પ્રમુખ પર એક બુથ પ્રમુખ બનાવમાં આવે છે.તો 4 થી 5 બુથ પર એક શકિત કેન્દ્ર પ્રમુખ  જ્યારે 15 થી 20 શક્તિ કેન્દ્ર પર એક મંડલ પ્રમુખ બનાવમાં આવે છે.તો એક વિધાનસભા 3 થી 5 મંડલ પ્રમુખ કામ કરતા હોય છે.આમ ભાજપ માટે ચૂંટણીમાં જીતની ચાવીરુપ બની રહેતી આ વ્યવસ્થાને વધુ સુચારું બનાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શક્તિ કેન્દ્ર અને પેજ સમિતિને વધુ મજબૂત કેવી રીતે બનાવવું તેના પર કામ થશે.

  • - ભાજપ ૧૮૨ માંથી ૧૮૨ બેઠકો જીતવા માટે પેજ સમિતિ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
  • - ભાજપે ૧૮૨ બેઠકોમાં ૯૦ ટકાથી વધુ બુથ સમિતિ કામપૂર્ણ કરી દીધું.
  • - ભાજપે જ્યાં જ્યાં બેઠકો ગુમાવી ત્યાં કાર્યકરોના મેળવી રહી છે ફીડ બેક.
  • - ભાજપે જે બુથના ઓછુ મતદાન થયું તે બુથને પેજ સમિતિ દ્વારા મજ્બુત કરશે

'મિસ કોલ'થી યુવા જોડો અભિયાન
આ યોજના અંતર્ગત 'યુથ ચલા બુથ' હેઠળ બુથ દીઠ યુવાનોને જોડવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માત્ર એક મિસ કોલ દ્વારા યુવાનોને જોડવામાં આવી રહ્યા છે. ભાજપના ત્રણ તબક્કામાં શરૂ કરાયેલા વિસ્તારક અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લાખો યુવાનો મિસ કોલ કરીને તેમજ ફોર્મ ભરીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા આ યુવાનોને ભાજપ દ્વારા યુવા મિત્ર કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે. સાથે જ તેમનો પેજ સિમિતિ અને વન બુથ વન 20 યુથમાં પણ સમાવેશ કરાશે અને ચૂંટણીને લગતી તમામ કામગીરી સોંપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ