બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નિયમોને નેવે મૂકી મોડી રાત સુધી સરદાર પટેલ યુનિ.માં યોજાયો લાઈવ કોન્સર્ટ, ફરિયાદ ઉઠતા વિવાદ
Last Updated: 08:58 AM, 26 March 2025
Anand SP University : આણંદથી એક મોટા સમાચાર સામે આવી છે. વાસ્તવમાં આણંદની સરદાર પટેલ યુનિવર્સીટી વિવાદમાં આવી છે. વિગતો મુજબ સરદાર પટેલ યુનિવર્સીટીમાં નિયમો નેવે મૂકી રાજદીપ ચેટરજીનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. નિયમો કરતા વધુ ઘ્વની પ્રદુષણ ફેલાવવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. મહત્વનું છે કે, 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર પરના સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
ADVERTISEMENT
આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિયમો નેવે મૂકી સિંગર રાજદીપ ચેટર્જીનો લાઈવ કોન્સર્ટ યોજાયાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ઊંચા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું. આ તરફ દર્દી પોતે સાઉન્ડ ડેસિબલ મશીન લઈને પ્રોગ્રામમાં પહોંચ્યો હતો. જ્યાં 130 ડેસિબલથી વધુ ઘોંઘાટ સાથે કોન્સર્ટ યોજાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દર્દીએ અવાજ ઓછો કરવાની રજૂઆતને પણ ગણકારી નહીં હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક, CMની અધ્યક્ષતામાં ચર્ચાશે હડતાળ સહિતના મુદ્દાઓ
મહત્વનું છે કે, રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર નહીં વગાડવાના સુપ્રીમકોર્ટના આદેશની પણ અવગણના કરાઇ હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ મુજબ મોડી રાત સુધી ચાલતા કોન્સર્ટથી દર્દીઓ અને સ્થાનિકો હેરાન થયા હતા. આ તરફ નિયમના ભંગના સવાલ પૂછતા વાઇસ ચન્સિલર નિરંજન પટેલે મૌન સાધ્યું હતું. નોંધનિય છે કે, આગામી 1 એપ્રિલથી UG અને PGની પરીક્ષા શરૂ થઈ રહી છે. વિગતો મુજબ SP યુનિવર્સિટી અને આણંદ કન્સલ્ટન્ટ ડૉક્ટર એસોસિએશન દ્વારા આયોજન કરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મહેસાણા / મહેસાણામાં માતા અને દીકરીનો આપઘાત, નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.