બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમિત શાહ આજે મેટ્રોસિટીમાં, અમદાવાદીઓ આજે આ રસ્તાઓ પર ન નીકળતા, ટ્રાફિક પોલીસનું જાહેરનામું
Last Updated: 06:09 AM, 18 May 2025
Amit Shah In Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ તરફ અમિત શાહના કાર્યક્રમને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં કેટલાક વિસ્તારોમાં માર્ગ અવર-જવર પર પ્રતિબંધ તો કેટલાક માર્ગો પર વન-વે રોડ જાહેર કરાયો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ તરફ હવે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ આજે તા.18/05/2025 ના રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જે કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની પેટા કલમ 33(1)(1) (બી) (સી)ની સત્તા અન્વયે આજે તા.18/05/2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી, ભારત સરકારના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં VIPs/VVIPs ઉપરાંત મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
ADVERTISEMENT
તા. ૧૮/૦૫/૨૫ ના રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી, ભારત સરકાર નાઓના વરદ હસ્તે નારણપુરામાં નવા બનેલા પલ્લવ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન તથા જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય. જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવ્યા મુજબ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. @GujaratPolice pic.twitter.com/5XCAuuu5j7
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) May 17, 2025
અખબારનગર વન-વે ટ્રાફિક જાહેરનામું. pic.twitter.com/hMSZpKUM8l
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) May 17, 2025
કાંકરીયા વન-વે ટ્રાફિક જાહેરનામું. pic.twitter.com/yN5D5svwsX
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) May 17, 2025
અણુવ્રત સર્કલ થી વાણીજ્ય ભવન ચાર રસ્તા થી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તા સુધીનો આશરે ૬૦૦ મીટરનો રસ્તો વન-વે રહેશે.
વધુ વાંચો : રાજ્યમાં કમોસમી વરસાદનો ખતરો, આગામી 7 દિવસ વરસાદની આગાહી, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.15/05/2025ના સાંજ કલાક 16:00 થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.