બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે! ગુજરાતમાં વાવાઝોડા સાથે અંબાલાલની વરસાદી આગાહી
Last Updated: 11:27 AM, 19 May 2025
Ambalal Patel Forecast : ગુજરાતના અંગ દઝાડતી ગરમી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યના ખેડૂતો ઉપરથી ખતરો ટળ્યો નથી. વાસ્તવમાં અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના અનેક વિસ્તારમાં ભયાનક વાવાઝોડાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે 24થી 30 મે સુધીમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાક રહેશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે. આગાહી પ્રમાણે 2021 પછી ફરી વખત ગુજરાત માથે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આગામી અઠવાડિયામાં રાજયમાં વાવાઝોડાના એંધાણ વર્તાઇ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભયાનક વોવાઝોડાની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ અરબ સાગરમાં ખતરનાક વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડું આગામી 22મેથી સક્રિય થશે જેને કારણે 24થી 30 મે સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આજે ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, વાવાઝોડાની પણ શક્યતા!
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાકની થવાની સંભાવના છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે તો કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ-ગાંધીનગરના હવામાનમાં પણ પલટો આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT