બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ?, અંબાલાલ પટેલની ખેડૂતને રાહત આપતી આગાહી
Last Updated: 12:38 PM, 17 April 2025
Ambalal Patel Forecast : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાને લઈ મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર સ્વરૂપે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ રહેશે. મહત્વનું છે કે, હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આ તરફ હવે લોકો ગરમીથી રક્ષણ મેળવવા ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે તો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વર્ષે વરસાદ વહેલો આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
રાજ્યમાં ચોમાસુ સામાન્ય કરતા વધારે રહેશેઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાને લઈ આગાહી કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં ચોમાસુ સામાન્ય કરતા વધારે રહેશે. આ સાથે કહ્યું કે, રાજ્યમાં આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ રહેશે તો આ વર્ષે વરસાદ વહેલો આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રોહિણી નક્ષત્રમાં 25 મે થી 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે છે. આ સાથે વરસાદ સાથે આ વર્ષે ગાજવીજ અને પવનનું જોર વધારે રહેશેત તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
ADVERTISEMENT
'આ વર્ષે વરસાદ વહેલો અને વધુ આવશે..', ચોમાસું 2025 અંગે અંબાલાલની આગાહી#ambalalpatel #ambalalpatelforecast #ambalalpatelaagahi #moonsoon #rain #VTVDigital pic.twitter.com/1e2P4snTAt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 17, 2025
વધુ વાંચો : ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, આ વિસ્તારમાં બે દિવસ માટે યેલો એલર્ટ જાહેર
જાણો બીજું શું કહ્યું અંબાલાલ પટેલે ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, આગામી તારીખ 18 મે થી 25 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી જશે. આ સાથે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડા બનશે તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું ઉદભવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 8 જૂન થી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.