Gujarat All MLAs Will have to Allocate 50 Lakh Rupees From Grant For Corona
નવો નિર્ણય /
ગુજરાતના તમામ ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી આટલા રૂપિયા કોરોના માટે ફાળવવા પડશે
Team VTV09:55 PM, 06 May 21
| Updated: 08:44 PM, 10 May 21
કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે દરેક ધારાસભ્યએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ફરજિયાત ફાળવવાના રહેશે
સરકારની કોર કમિટીમાં લેવાયો નિર્ણય
ધારાસભ્યોની ગ્રાન્ટની ફાળવણીને લઇ લેવાયો નિર્ણય
કોરોના સારવાર માટે ગ્રાન્ટના ઉપયોગને મંજૂરી
કોરોનાની સારવાર માટે ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા ફાળવવાના રહેશે. કોરોના સારવાર માટેના સાધનો-દવાઓ ખરીદવા ગ્રાન્ટ ફાળવવાની રહેશે. આ ગ્રાન્ટ સરકારી હોસ્પિટલમાં સાધનો માટે ફાળવવામાં આવશે. સરકારની કોર કમિટિમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.
કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યએની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે.
રાજ્યની સિવિલ હોસ્પિટલો-અન્ય સરકારી હોસ્પિટલો-દવાખાના તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોવિડ-19 સારવાર હેતુ માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા આ ગ્રાન્ટની રકમ ફાળવવાની રહેશે
ધારાસભ્યો પોતાના મત વિસ્તારની જિલ્લા સિવિલ હોસ્પિટલ-સામૂહિક આરોગ્ય કેન્દ્ર-સબ ડ્રીસ્ટ્રીકટ હોસ્પિટલ માટે પણ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર સાધન-સામગ્રી માટે ગ્રાન્ટ વાપરી શકશે.
ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, સેવાભાવથી અને નહિ નફો નહીં નુકશાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતિમાં રૂ. 50 લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે.
ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આવા આરોગ્ય સાધનો-ખરીદી માટે આપી શકશે
વર્ષ 2021-22ની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવતા કામો માટે જ આ જોગવાઇઓ રહેશે
કોરોનાના દર્દીઓને દાખલ કરવા મુદ્દે સરકારનો નવો નિર્ણય
કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, દર્દીને RT-PCR રિપોર્ટ વગર પણ સારવાર અપાશે. કોરોના લક્ષણો ધરાવતા દર્દીને પણ દાખલ કરવા પડશે. RT-PCR રિપોર્ટ વિના પણ દર્દીઓને દાખલ થઈ શકશે.
મહત્વનું છે કે, IMA ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર ડોક્ટર મુકેશે ગુજરાતના લોકોને મહત્વની અપીલ કરી છે. VTV સાથેની વાતચીતમાં ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ ન કરાવવો જોઇએ.
લેબ પર વધી જાય છે ભારણ
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થયાંના થોડા દિવસો પછી લોકો ફરી RT-PCR કરાવે છે. ફરી તરત જ RT-PCR તેના લીધે લેબ પર ભારણ વધી રહ્યાં છે.