Monday, June 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વાયુ / ગુજરાત પર સંકટ! 4 વાવાઝોડા ફંટાઇ ગયા બાદ શું આ વખતે પણ ફંટાશે કે ટકરાશે?

ગુજરાત પર સંકટ! 4 વાવાઝોડા ફંટાઇ ગયા બાદ શું આ વખતે પણ ફંટાશે કે ટકરાશે?

ટેક્નોલોજીનાં કારણે વાવાઝોડા અંગે મળતી અગમચેતીરૂપ માહિતી નાગરિકોને સાવધ કરી આપે છે પરિણામે જાનમાલનું નુકસાન ખાળી શકાય છે. છતાં પણ કુદરતી વાવાઝોડાં તેની તીવ્રતા અને તેનાં આક્રમણ સામે ટકી રહેવા માટે માટે મનુષ્ય અને તેની ટેક્નોલોજી હંમેશા વામણી જ રહેવાની. કેમ કે કુદરતનાં બળ સામે મનુષ્યની કોઈ વિસાત નથી. 12મી જૂને મધરાતે `વાયુ' વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંપૂર્ણ સંભાવનાઓ જોવાઈ રહી છે. કચ્છ, સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ થઈ રહી છે. જો કે, 2014 પછી ગુજરાત પર 6 વાવાઝોડાનો ખતરો ઝળુંબ્યો હતો. પરંતુ ગુજરાત આ વાવાઝોડાનાં વિનાશથી બચી ગયુ હતું. કારણ કે 6 વાવાઝોડામાંથી 4 વાવાઝોડાં  ફંટાઈ ગયા હતાં જ્યારે બે વાવાઝોડા દરિયામાં જ શમી ગયા હતાં.

cyclone vayu

12મી જૂને મધરાતે `વાયુ' વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંપૂર્ણ સંભાવનાઓ જોવાઈ રહી છે. કચ્છ, સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ થઈ રહી છે. જો કે, 2014 પછી ગુજરાત પર 6 વાવાઝોડાનો ખતરો ઝળુંબ્યો હતો. પરંતુ ગુજરાત આ વાવાઝોડાનાં વિનાશથી બચી ગયુ હતું. કારણ કે 6 વાવાઝોડામાંથી 4 વાવાઝોડાં  ફંટાઈ ગયા હતાં જ્યારે બે વાવાઝોડા દરિયામાં જ શમી ગયા હતાં. ત્યારે હવે સૌ કોઈની નજર આ વાવાઝોડા પર ટકી છે. ત્યારે જોઈએ આ અહેવાલ.

ટેક્નોલોજીનાં કારણે વાવાઝોડા અંગે મળતી અગમચેતીરૂપ માહિતી નાગરિકોને સાવધ કરી આપે છે પરિણામે જાનમાલનું નુકસાન ખાળી શકાય છે. છતાં પણ કુદરતી વાવાઝોડાં તેની તીવ્રતા અને તેનાં આક્રમણ સામે ટકી રહેવા માટે માટે મનુષ્ય અને તેની ટેક્નોલોજી હંમેશા વામણી જ રહેવાની. કેમ કે કુદરતનાં બળ સામે મનુષ્યની કોઈ વિસાત નથી. વાવાઝોડાં  ફંટાઈ જવા અથવા તો દરિયામાં જ શમી જવા અને કુદરતનાં આશીર્વાદ જ ગણવા જોઈએ.

cyclone vayu

2014 બાદથી આજ સુધીમાં દરિયાકાંઠે વસેલા આપણા રાજ્ય પરથી 6 વાવાઝોડાનો ખતરો પસાર થઈ ગયો છે. જો કે સદનસીબે છ માંથી એક પણ વાવાઝોડાએ રાજ્યને ખાસ હાનિ પહોચાડી ન હતી. ત્યારે આપણે આ વાવાઝોડાનાં ઈતિહાસ પર એક નજર કરીએ તો  2014ના વર્ષમાં અરબી સમુદ્રમાં વેરાવળથી 590 કિમીનાં અંતરે મધદરિયે નનૌક ચક્રવાત સર્જાયું હતું. જેનાં પગલે રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ નનૌક ચક્રવાત ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો. આ વાવાઝોડાનાં ઠીક ચાર મહિના બાદ ફરી પાછું રાજય પર એક નવા વાવાઝોડાનો ખતરો મંડાયો હતો.
 

2014માં દીવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણથી નિલોફરનો જન્મ થયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ પરની તેની સંભવિત અસરોને ખાળવા માટે એક સપ્તાહ પહેલા રાજ્ય સરકાર અને તેનાં માર્ગદર્શન હેઠળ કચ્છનું વહીવટી તંત્ર આપત્તિ સામે સજ્જ રહ્યું હતું. કચ્છ પર મોટી આફતનાં અણસાર વચ્ચે વહીવટી તંત્ર સંભવિત નુકસાનથી બચવા  તૈયારી આદરી હતી. પરંતુ નિલોફરને સમુદ્રે પોતાનામાં જ સમાવી દીધું અને કચ્છને આફત સામે કેમ તૈયાર રહેવું એનો બોધ પણ  આપતું ગયું હતું. એ પછી રાજ્યનાં આકાશ પર થોડા સમય શાંતિ રહી પરંતુ 8 માસ બાદ  ફરી પાછાં એક વાવાઝોડાએ ગુજરાત પર ખતરો ઊભો કર્યો.

2015નાં વર્ષમાં ચોમાસાની શરૂઆતમાં જ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ઊંડા સાયકલોને અશોબા નામના વાવાઝોડાનું નિર્માણ કર્યું. એ તીવ્ર બનતું ગયું અને રાજ્યમાં જાનમાલની નુકસાનીનો ભય ઊભો થયો.. પરંતુ એ વાવાઝોડું પણ ઓમાન તરફ ફંટાઈ ગયું અને ગુજરાત પરથી ઘાત ટળી ગઈ. પરંતુ એ પછી તરત શિયાળામાં તહેવાર ટાણે જ રાજ્યની મોસમ બગડી. કેમ કે એક મિની વાવાઝોડું દસ્તક દઈ રહ્યું હતું.
 
2015માં ઓક્ટોબર માસમાં લોકો તહેવારોની ઉજવણી કરવાની તૈયારી કરાત હતા પરંતુ ત્યાં જ અરબી સમુદ્રમાં ચપાલા નામનું વાવાઝોડું સર્જાયું. જો કે, આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું. જેથી ગુજરાતમાં દીવાળી જેવાં તહેવારો ટાણે તોળાતો ખતરો ટળી ગયો હતો. તે પછી રાજ્ય પર બે વર્ષ સુધી વાવાઝોડા બાબતે કોઈ કટોકટી ન હતી. રાજ્યમાં હવામાન એકંદરે સાનુકૂળ રહ્યું હતું. પરંતુ 2017ની અંતિમ અવધિમાં એક ભયાનક વાવાઝોડાએ રાજ્ય તરફ મુખ કર્યું તો હાહાકાર મચી ગયો.
 
2017નાં એ વર્ષમાં  ચોથી ડિસેમ્બરે તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાએ  ગુજરાત તરફ મુખ ફેરવ્યું હતું. જેના ભયથી રાજ્યમાં ભય પ્રસરી ગયો હતો. પરંતુ અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડું તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચતા પહેલાં વિખરાઈ ગયું હતું. જો કે તેણે દક્ષિણના રાજ્યોમાં વેરેલી તબાહી ઈતિહાસના પાના પર ભયાવહ રીતે અંકિત થઈ ગઈ. એ પછી પાંચ માસ બાદ ફરી એક વખત મે માસમાં એક વાવાઝોડાએ ગુજરાતમાં ભય ઉભો કર્યો  
 
ગુજરાતનાં દરિયાકાંઠે સાગર નામનું વાવાઝોડું સર્જાયું હતું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું. જેથી ગુજરાત પરથી ખતરો ટળ્યો હતો અને તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો. જો કે અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટા ભાગે પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ઓમાન જેવા દેશોમાં ફંટાઈ જાય છે. પરંતુ આ  વાયુ  નામનું વાવાઝોડું ફંટાઈ જાય તેવી હાલ તો કોઈ શક્યતા જણાઈ રહી નથી.

અનેક મહેનતકશ નાગરિકોની મહેનતનાં કારણે રાજ્ય આજે વિકાસન પંથે છે અને નાગરિકો  વિકાસના ફળ ચાખી રહ્યા છે ત્યારે આ  પ્રકારની કુદરતી આપત્તિ માનવજીનવ તહસનહસ ન કરી નાખે તેવી કુદરત સામે પ્રાર્થના  જ એક માત્ર ઉપાય બચતો હોય છે. આશા રાખીએ આ વાવાઝોડું પણ ભૂતકાળનાં વાવાઝોડાની માફક ફંટાઈ જાય અને રાજ્ય પરથી ખતરો ટળી જાય.

 

Vayu Cyclone cyclone vayu latest news Cyclone in Gujarat VTV વિશેષ VTV vishesh

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ