Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વાયુ / સાયક્લોન 'વાયુ' રાજ્યને બારણે મારી રહ્યું છે ટકોરા, સૌરાષ્ટ્ર હાઇ અલર્ટ પર

સાયક્લોન 'વાયુ' રાજ્યને બારણે મારી રહ્યું છે ટકોરા, સૌરાષ્ટ્ર હાઇ અલર્ટ પર

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે.વાવાઝોડાને પગલે 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેનાં વણાકબારા-સરખાડીથી ગુજરાતનાં દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે. રાજ્ય સરકારે વાવાઝોડાની ઝપટમાં આવી શકનારા સંભવિત  39 ગામોને એલર્ટ લેવાની સૂચના આપી છે.

 

Cyclone Vayu gujarat alert

દેશમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતનાં દરિયાઇ વિસ્તારોમાં વાવાઝોડાને લઇને ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. હવામાન વિભાગનું કહેવું છે કે, વાયુ વાવાઝોડું ગણતરીનાં કલાકોમાં રાજ્યનાં દરિયા કિનારે ટકરાઈ શકે છે. ત્યારે રાજ્યમાં વાવાઝોડાને લઈને તંત્રએ કેવી આદરી છે કવાયત અને નાગિરકોમાં કેવી જણાઈ રહી છે તે અંગેની ચિંતા જોઈએ આ અહેવાલમાં 

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે.વાવાઝોડાને પગલે 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેનાં વણાકબારા-સરખાડીથી ગુજરાતનાં દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે. રાજ્ય સરકારે વાવાઝોડાની ઝપટમાં આવી શકનારા સંભવિત 39 ગામોને એલર્ટ લેવાની સૂચના આપી છે અને તમામ જિલ્લા કલેક્ટરોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાનાં આદેશ કર્યો છે. વાવાઝોડું હજુ દૂર છે પરંતુ રાજ્યના દરિયાનાં મોજા પર તેની અસર દેખાઈ રહી છે.

હાલ વાવાઝોડું વેરાવળથી 650 કિમી દૂર છે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. વાવાઝોડા સાથે સોરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જે વાવાઝોડાનું જેમ જેમ નજીક પહોંચી રહ્યું છે તેમ તેમ તના નંબરો વધતા જઈ રહ્યાં છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ડીપ્રેશન પૂર્વે જ પોરબંદરની ચોપાટી પરથી પોરબંદરનાં સમુદ્રમાં એકાએક પરિવર્તન આવેલું જોવાં મળ્યું છે. શાંત જણાતા સમુદ્રમાં આજે સવારથી તોફાની કરંટ જોવાં મળી રહ્યો છે.

Vayu cyclone

સૌરાષ્ટ્ર અને કચ્છનાં દરિયા કિનારે સંભવિત વાવાઝોડાનાં પગલે આજે રાજ્ય પોલીસવડા, એરફોર્સ, આર્મી, કોસ્ટલ સહિતના સંબંધિત વિભાગો સાથે રાજ્યનાં મહેસૂલ વિભાગનાં મુખ્ય સચિવે બેઠક યોજી હતી. ઉપરાંત પ્રભાવિત થનારા જિલ્લાઓનાં કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. ભાવનગરનાં કોસ્ટલ એરિયાથી લઇ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થવાના છે, જેના પગલે આ તમામ વિસ્તારોનાં વરિષ્ઠ નાગરિકો, વિકલાંગો, બાળકો, સગર્ભા તેમજ અશક્ત લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

વાયુની અસર આજે સાંજથી કચ્છમાં વર્તાવવાનું શરૂ થશે અને બુધથી શુક્રવાર દરમિયાન કચ્છનાં મોટાભાગનાં સ્થળોએ હળવોથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે રાત્રે જારી કરેલા બુલેટીનમાં જણાવ્યું કે સાયક્લોનમાં તબદીલ થવા જઇ રહેલી સિસ્ટમ હાલમાં વેરાવળથી 740 કિ.મી દુર કેદ્રિત છે.

24 કલાક એટલે કે બુધવારની સાંજથી ગુરુવારની સવાર સુધી તે સિવીયર સાય~લોન બની પોરબંદરથી મહુવા વચ્ચે 135થી 150 કિ.મીની ઝડપે ભારે પવન સાથે પસાર થાય તેવી સંભાવના છે. જેને જોતાં અત્યાર સુધીમાં એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. કાલથી આર્મીની એક-એક ટીમ પણ દરેક પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવશે. વાયુસેનાની પણ જરૂર પડ્યે મદદ લેવામાં આવશે. બાકીની 10 ટીમોની માંગ કરવામાં આવી છે. કુલ 35 જેટલી ટીમો આવતી કાલ સુધીમાં તૈનાત કરી દેવામાં આવશે. વાવાઝોડાંથી પ્રભાવિત થનારા કોસ્ટલ અને નીચાણવાળાં વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે આ પહેલા પણ 'ફેની' નામનાં વાવાઝોડાએ ઓરિસ્તામાં ભારે નુકશાન પહોંચાડ્યું હતું. જો કે એ સમયે વહિવટી તંત્રની અસરકારક કામગીરીનાં કારણે નુકશાન ઓછું થયું હતું. ત્યારે હવે વાયુ વાવાઝોડા સામે બચાવકામગીરી માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાઈ રહ્યાં છે ત્યારે નાગરિકોએ પણ તેમા સહકાર આપવો જરૂરી છે. લોકોને તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. લોકોએ ઘરમાં બેટરી અને જરૂરી સામગ્રી સાચવી  રાખવા માટે જાણ કરી દેવામાં આવી છે.

 

Cyclone Vayu Vayu Cyclone cyclone vayu latest news Cyclone in Gujarat Gujarat weather news VTV વિશેષ VTV vishesh

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ