બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વો સામે બુલડોઝરવાળી, ગુનેગારોની મિલકતો તોડી પડાશે
Last Updated: 01:12 PM, 15 March 2025
અમદાવાદના શહેરમાં શાંતિ ડહોળવા પ્રયાસ કરનાર તત્વો સામે તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી છે. બે દિવસ અગાઉ વસ્ત્રાલ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પંકજ ભાવસાર અને તેના માણસોએ જાહેર રોડનો વિસ્તાર બાનમાં લઈ લીધો હતો. ત્યારે રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં પણ રોડ પરથી નીકળતા વાહનચાલકોને અટકાવીને હુમલો પણ કર્યો હતો.
ADVERTISEMENT
3 આરોપીના ઘર જમીનદોસ્ત
ત્યારે હાથમાં તલવાર, લાકડી-ધોકા અને પાઈપ જેવા હથિયારોથી આ લુખ્ખાઓએ લોકોમાં ભય ફેલાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અને પોલીસે પંકજ ભાવસાર અને તેના તમામ સાગરિકોને પકડીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઉપરાંત અન્ય અસામાજિક તત્વોને બોધપાઠ મળે તેમ આરોપીઓના ગેરકાયદે મકાનો પણ તોડી પડાયા છે. જેમાં ઘનશ્યામ નગર, કુકુભાઈની ચાલી, અમરાઈવાડી, લવજી દરજીની ચાલી અને સત્ય નારાયણ નગરમાં પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓના ગેરકાયદે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. વધુ મળતી માહિતી મુજબ વસ્ત્રાલમાં તોડફોડ કરનારા 3 આરોપીના ઘર જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. જેમાં રાજવીરસિંહ બીહોલા, શ્યામ કાબલે અને અલકેશ યાદવના ઘરનું ડીમોલિશન કરવામાં આવ્યું છે. તેમજ અમરાઇવાડી અને ખોખરામાં આવેલ ગેરકાયદે મકાનો પર જમીનદોસ્ત કરાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેફામ કારચાલકે બાઈક અને એક્ટિવાને લીધું અડફેટે, મહિલાનું મોત, કાળજુ કંપાવી દેતા CCTV
આ હતી ઘટના
અમદાવાદનાં વસ્ત્રાલમાં ગત રોજ રાત્રીનાં સુમારે આતંક મચાવનાર અસામાજીક તત્વોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા રામોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પાણીપુરીની લારી રાખવા બાબતે ચાલતી બબાલની અદાવતમાં સમગ્ર ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના શખ્શો વચ્ચે બબાલ થઈ હતી. સંગ્રામ સિકરવારની શોધમાં નીકળેલા શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અને હથિયારો સાથે રસ્તા પર ઉતરી વાહન ચાલકોને પરેશાન કર્યા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈ રામોલ પોલીસ દ્વારા એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.