બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ! 45 લાખની ચોરીનો આરોપી થયો ફરાર, ઘટના CCTVમાં કેદ
Last Updated: 10:09 PM, 18 April 2025
અમદાવાદ શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સેટેલાઇટમાં ઘરફોડ ચોરીનો રીઢો આરોપી અર્જૂન રાજપૂત પોલીસના સંકાજામાંથી ફરાર થયો છે. સોલા પોલીસના કબ્જામાંથી ભાગતો આરોપી CCTVમાં કેદ થયો છે. આરોપીને મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ લાવી હતી, પરંતુ પોલીસને ચકમો આપીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
રીઢો ગુનેગાર અર્જૂન રાજપૂત ફરાર
પોલીસ ડૉક્ટર પાસે સાઈન કરાવવા ગઈ ત્યારે જ આરોપી ફરાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસે સૂત્રો ગતિમાન કરી અને અંદાજે 350 જેટલા CCTV કેમરા ચેક કરીને આરોપીની ધરપકડ કરી હતી જ્યારે 45 લાખના ઘરફોડ ચોરીના કેસમાં આરોપી અર્જૂન રાજપૂતની ફરી ફરાર થઈ જતા પોલીસ મુજવણમાં મુકાઈ છે, ત્યારે સોલા પોલીસે ફરાર આરોપીની ફરી એકવાર શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: મહેસાણામાં માતા અને દીકરીનો આપઘાત, નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું
પોલીસ ફરી એકવાર દોડતી થઈ
રીઢો ગુનેગાર અર્જૂન રાજપૂત ફરાર થતાં પોલીસ ફરી એકવાર દોડતી થઈ છે. સિવિલ હોસ્પિટલમાંથી આરોપી પોલીસના હાથમાંથી જ નાસી છૂટતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. અમદાવાદ પોલીસને રીઢા ગુનેગારો ગાંઠતા નથી?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.