બેદરકારી / અમદાવાદમાં ખાડો બન્યુ મોતનું કારણ, GMDC ઓવર બ્રિજ પાસે ખાડાએ એક યુવતીનો ભોગ લીધો

Gujarat Ahmedabad Pothole kills teen girl returning From Garba

અમદાવાદમાં ચોમાસાને લીધે રોડ અને રસ્તાની હાલત ડિસ્કો રોડ બની છે. જ્યાં ત્યાં ખાડા ખાબોચિયાની કોઈ નવાઈ જ નથી ત્યારે શુક્રવાર રાતે બે યુવતીઓ ગરબા પતાવીને પોતાના સ્કૂટર ઉપર ઘરે પરત જઈ રહી હતી ત્યારે GMDC ઓવર બ્રિજ પાસેના ખાડામાં પડી હતી. બે યુવતીમાંથી એક 18 વર્ષની યુવતીનું સારવાર દરમિયાન મોત થયુ છે જ્યારે બીજીને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ટ્રાફિક નિયમો જનતા માટે જ છે? ખાડાને લીધે જે યુવતીનો જીવ ગયો તો રોડ રસ્તા બનાવનાર તંત્રને કોઈ સજા કે દંડ થશે? આ અંગે લોક જુવાળ જાગી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ