Gujarat Ahmedabad police drive on over speed vehicle driving
અમદાવાદ /
ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવતાં ચેતી જજો! પોલીસ કરવા જઈ રહી છે આ કામ, દાખલ થશે ગુનો
Team VTV09:12 AM, 16 Oct 19
| Updated: 10:29 AM, 16 Oct 19
રોમાંચના રશીયાઓ બાઈકથી લઈને કાર સુધીના વાહનો ઓવર સ્પીડમાં ચલાવીને મજા લેતા હોય છે. પણ હવે ચેતી જજો કેમ કે, તંત્ર તમારા ઉપર નજર રાખી રહ્યુ છે અને જો તમારુ વાહન ઓવર સ્પીડ હશે, તો તેને બ્રેક મારવા તમારે તગડો દંડ ચુકવવો પડશે.એટલુ જ નહીં પરંતુ આ સામે ગુનાની કલમ પણ લાગશે.
સ્ટંટ રાઈડ અને સ્પીડ રાઈડ સામે પોલીસની લાલ આંખ
16 થી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં ચાલશે ડ્રાઈવ
સ્પીડમાં ચલાવતા પકડાશે તો થશે આકરો દંડ
સરકાર હેલમેટ બાદ હવે ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહેલા લોકો માટે બ્રેક લઈને આવી છે. સ્ટન્ટ રાઈડર, સ્પીડ રાઈડર સામે સરકારે લાલ આંખ કરી છે. સ્પીડમાં ગાડી ચલાવતા પકડાશે તો આકરો દંડ વસૂલવામાં આવશે અને નવા મોટર વ્હીક્લ એક્ટ અંતર્ગત અમદાવાદમાં આ અંગે કડક પગલા લેવાશે તેવું તંત્ર કહે છે. જો કે આ બધા રૂલ્સનું ભુત દર પાંચ કે દસ વર્ષે જાગે છે વળી પાછી સરકાર સુસ્ત થઈ જાય એટલે પાછી પ્રજા પણ ' હોતા હૈ ચલતા હૈ'ના મોડમાં આવી જાય છે.
સ્પીડમાં ગાડીઓ ચલાવતા લોકો માટે માઠા સમાચાર
પણ આ વખતે પોલીસ તંત્ર જરાય આરામના મોડમાં નથી. અમદાવાદમાં સ્ટંટ રાઈડ અને સ્પીડ રાઈડ સામે પોલીસે લાલ આંખ કરી છે. આવનારી 16 થી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં ડ્રાઈવ ચાલવાની છે.
સ્પીડમાં ચલાવતા પકડાશે તો થશે આકરો દંડ
ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર પાસેથી નવા મોટર વ્હિકલ એકટ મુજબ દંડ વસુલવામાં આવશે અને કલમ 184 મુજબ પોલીસ ગુનો નોંધવામાં આવશે.
શું છે કલમ 184
જાહેરમાં પબ્લીકની વચ્ચે વધુ સ્પીડમાં વાહન ચલાવવા સબબ રૂા. 1000થી 2000 સુધીનો દંડ વસુલી શકાય છે જ્યારે ભયંકર ડ્રાઈવિંગ હોય તો છ મહિનાથી એક વર્ષ સુધીની જેલ અથવા રૂા. 1000થી 5000 સુધીનો દંડ થઈ શકે છે. જો ફર્સ્ટ ઓફેન્સ હોય તો તો 2 વર્ષની જેલ અને રૂા. 10000 સુધીનો દંડ થઈ શકે છે.