બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat ahmedabad police drive on liquor ban alcohol prohibition in gujarat

દારૂબંધી પર ‘દંગલ’ / પોલીસ દારૂ મામલે પોચી પડે છે? અમદાવાદના આ વિસ્તારમાં બુટલેગરોએ પોલીસને આપી ટક્કર

Gayatri

Last Updated: 02:42 PM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના CM અશોક ગેહલોતના નિવેદનના મામલે કોંગ્રેસ ભાજપ જ નહીં પરંતુ સામાન્ય જનતા પણ પ્રશ્નો ઉઠાવી રહી હતી કે ખરેખર શું ગુજરાતની દારૂબંધી ખાલી કાગળ ઉપર જ છે? ત્યારે તંત્ર સફાળા જાગીને 16મી સુધી રાજ્યભરમાં દારૂ મુદ્દે ડ્રાઈવની કામગીરી હાથ પર લીધી હતી જેમાં પોલીસને બુટલેગરો બરોબરની ટક્કર આપી રહ્યા છે. પોલીસને  રોકવાથી લઈને તેમની સામે થઈ જવા સુધીની હિંમત આવી ગઈ છે ગુનેગારોમાં ત્યારે પોલીસ તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, શું દારૂબંધી મામલે બુટલેગરો સામે પોલીસ પોચી પડી રહી છે?

અમદાવાદમાં દારૂની ડ્રાઈવમાં સરદાર નગર ઉપર પોલીસ ટીમ ત્રાટકી હતી. જેનો સ્થાનિક લોકોએ પૂરજોશ વિરોધ કર્યો હતો. પોલીસ અને બુટલેગરો વચ્ચે આ મુદ્દે ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. ગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે તેવા રાજસ્થાનના CM અશોક ગેહલોતના નિવેદનના મામલે કોંગ્રેસ ભાજપ જ નહીં પરંતુ સામાન્ય જનતા પણ પ્રશ્નો ઉઠાવી રહી હતી કે ખરેખર શું ગુજરાતની દારૂબંધી ખાલી કાગળ ઉપર જ છે? ગુજરાત સરકાર ઉપર પ્રહારો થઈ રહ્યા હતા કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી હોય તો તેનો અમલ કેમ થતો નથી? ત્યારે ઘોર નીંદ્રામાં પોઢી રહેલ તંત્ર સફાળુ જાગીને કામે લાગ્યુ હતુ. 

અમદાવાદમાં પોલીસની દારુને લઇ ડ્રાઇવ થઈ રહી છે જેમાં સરદારનગરમાં પોલીસ ચેકીંગ હાથ ધર્યુ છે. ચેકીંગ દરમિયાન પોલીસ અને સ્થાનીકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. પોલીસની કામગીરીને રોકવાનો સ્થાનીકોએ પ્રયાસ કર્યો હતો. 

પોલીસે ત્રણ મહીલાની કરી અટકાયત 
વિરોધ કરી રહેલા ટોળાઓમાંથી પોલીસે ત્રણ મહિલાઓની અટકાયત કરી હતી. સરદારનગરના છારા નગરમાં પોલીસનો ખૂબ વિરોધ જોવા મળીરહ્યો હતો. 

 

60થી વધુ પોલીસ જવાનો ત્રાટક્યા અમદાવાદમાં
અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સરદારનગર વિસ્તારમાં પોલીસે મેગા ડ્રાઇવ કરી છે. છારાનગરમાં દારૂઓના અડ્ડા પર પોલીસે તવાઇ બોલાવી છે. પોલીસે 5 અલગ-અલગ ટીમ બનાવી અને કાર્યવાહી કરી છે. 60થી વધુ પોલીસ જવાનો ડ્રાઇવામાં જોડાયા છે.

દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસની કવાયત
રાજ્યમાં એક સપ્તાહ સુધી ડ્રાઈવ યોજવામાં આવી છે. DGP શિવાનંદ ઝાએ કર્યા રાજ્યમાં ડ્રાઈવ માટે આદેશ આપ્યા છે. 16 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં પોલીસ ડ્રાઈવ યોજાશે. રાજ્યના તમામ પોલીસ કમિશનરો, DSPને આ અંગેના આદેશ અપાઈ ગયા છે.  

કઈ કઈ કામગીરી થશે
લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિઓ ચકાસવાના સુચનો આપી દેવામાં આવ્યા છે એટલુ જ નહી પણ ટેક્નિકલ રીતે નિષ્ફળ કામગીરીની પણ ફેરતપાસના આદેશ અપાયા છે. પોલીસ કમિશનર, રેન્જ વડા કક્ષાએથી તમામ તપાસ કરાશે. રોજેરોજની કામગીરીનો DGPને અહેવાલ મોકલવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police Raid ahmedabad alocohol liqour ban દારૂબંધી પોલીસ ડ્રાઈવ liquor ban
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ