બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એકસાથે 28 PIની આંતરિક બદલી, રામોલની ઘટના બાદ તોફાની તત્વો પર અમદાવાદ પોલીસની ગાજ
Last Updated: 12:42 PM, 19 March 2025
રાજ્યમાં લુખ્ખાતત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી હતી. જેમાં કેટલાક લુખ્ખાતત્વો દ્વારા સ્થાનિકોને હેરાન કરવામાં આવ્યા હતા. આ ઘટનાના વીડિયો વાયરલ થતા અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને ઘટનાની રાત્રિએ જ ઇસમોની ધકપકડ કરીને ડંડાવાળી કરી હતી.
ADVERTISEMENT
આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તથા તેમના ગેરકાયદેસર રહેઠાણોને તોડી પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારે સમગ્ર ઘટનામાં તોફાનીઓની ધમાલ બાગ પોલીસ પર ગાજ કાઢવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં રામોલના PI એસ.બી. ચૌધરીની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના 28 PI ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
મળતી માહિતી મુજબ રામોલ PI એસ.બી.ચૌધરીની બદલી કરીને કંટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 4 PIને પોસ્ટિંગ અપાયા છે. જેમાં બાપુનગર PIની પણ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસ બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.