બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Plane Crashમાં બચી જનાર એક માત્ર મુસાફર, 'જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો હતા...
Priykant Shrimali
Last Updated: 07:55 PM, 12 June 2025
Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયાના ક્રેશમાં એક મુસાફર બચી ગયો હોવાના સમાચાર છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, પોલીસને સીટ 11A પર એક જીવિત વ્યક્તિ મળી આવ્યો છે. તે વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ 40 વર્ષીય બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે ખૌફનાક કહાની વર્ણવી. તેમણે કહ્યું, ટેકઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. મારી આસપાસ વિમાનના ટુકડા વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા.
ADVERTISEMENT
ADVERTISEMENT
બ્રિટિશ નાગરિક વિશ્વાસ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને પોતાના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે બ્રિટન પાછો ફરી રહ્યો હતો. વિશ્વાસે જણાવ્યું કે, તે 20 વર્ષથી લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.