બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાલડીના બંધ ફ્લેટમાંથી ઝડપાયેલા સોનાવાળા કેસમાં મોટો ઘટસ્ફોટ, શેર બજારના ઓપરેટરો ભૂગર્ભમાં!
Last Updated: 12:10 PM, 19 March 2025
મળતી માહિતી અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અમદાવાદથી પકડાયેલું કરોડોનું સોનું દાણચોરીનું હોવાનો ખુલાસો થયો છે. જેમાં 52 કિલો સોનાના બિસ્કિટ પર ફોરેનના માર્ક જોવા મળ્યા હતા. થોડા દિવસ અગાઉ DRI અને ATSએ પાલડીના આવિશ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. ત્યારે આ દરોડામાં 100 કરોડથી વધુનો મુદ્દામાલ પકડાયો હતો. જેમાં 17 કિલો રત્નજડિત ઘરેણાં અને 5 એન્ટિક ઘડિયાળ મળી હતી.
ADVERTISEMENT
વધુમાં મળતી માહિતી મુજબ મેઘ અને મહેન્દ્ર શાહે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. ત્યારે ફ્લેટમાં દરોડા પડતાં મહેન્દ્ર શાહ સાથે જોડાયેલા શેરબજારના ઓપરેટરો ભૂગર્ભમાં ઉતર્યા હતા. જોકે પોલીસ, ડીઆરઆઇ અને એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આગામી સમયમાં વધારે મહત્વના પાસાઓ ખુલી શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
બનાસકાંઠાના જેતડા ગામનો વતની
મળતી માહિતી અનુસાર ATS અને DRIની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી આવી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા મુંબઈના મેઘ શાહના ફ્લેટમાં સમગ્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં મેઘ શાહની વિગતો જોવા જઇએ તો મુંબઈનો મોટો શેર દલાલ મેઘ મૂળ બનાસકાંઠાના જેતડા ગામનો વતની છે. મેઘ શાહની બહેન પમ્મી શાહ પણ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં જ રહે છે. ત્યારે પહેલાં પમ્મી શાહના 403 નંબરના ફ્લેટમાં તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
લોકોની અવરજવર વધતા તપાસ
DRI અને ગુજરાત ATS ની કાર્યવાહી છેલ્લા 5 કલાકથી જારી છે. મળતી માહિતી મુજબ ભાડાના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. ત્યારે DRI અને ATS ની ટીમે આજે બપોરે 2:30 કલાકે દરોડા પડ્યા હતા. જેમાં દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખ કેશ મળી આવી હતી. ત્યારે મેઘ શાહ નામના શેર દલાલે આવિષ્કાર ફ્લેટનો 104 નંબરનો ફ્લેટ ભાડે રાખ્યો હતો. જોકે સોનું કોનું હતું અને ક્યાંથી આવ્યું હતું એ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.