બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / માત્ર 20 રૂપિયામાં મિત્ર બન્યો વેરી, ત્રીજા માળેથી ધક્કો મારીને હત્યા, બ્લુટુથ અને ચંપલે ખોલ્યું રાઝ
Last Updated: 10:43 PM, 18 March 2025
વર્તમાનમાં લોકોની માનસિકતામાં ક્રૂરતા અને ક્રમિનલવાળનો ચેપ વધી રહયો છે. નાની નાની વાતમાં કોઈના જીવ લેતા પણ અત્યારે લોકો ખચકાતા નથી. ત્યારે વધુ એક એવી જ ઘટના અમદાવાદમાં બની છે. કેરાલા ગામમાં મિત્રએ જ મિત્રની માત્ર 20 રૂપિયા માટે હત્યા કર્યાની ઘટના સામે આવી છે. મિત્રએ નશાના સેવન માટે 20 રૂપિયા ન આપતા આરોપીએ મિત્રની કરપીણ હત્યા કરી હતી. જો કે, હત્યાને અકસ્માતમાં સમાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસને થયેલી શંકા સત્યમાં પરિવર્તિત થઈ અને સમગ્ર કેસમાં ઉઘાડ થયો હતો
ADVERTISEMENT
20 રૂપિયા માટે હત્યા!
ADVERTISEMENT
આરોપી પ્રકાશ મીણાએ દારૂ માટે મનીષ ગુપ્તા પાસે 20 રૂપિયા માગ્યા હતા. તેણે 20 રૂપિયા આપવાનો ઈન્કાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આમ બોલાચાલીના અંતે આરોપી પ્રકાશ આવેશમાં આવીને મિત્રને ત્રીજા માળેથી ધક્કો મારી દીધો હતો. જેમાં તેનું દુખદ મોત થયું હતું. જો કે, પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: ડબલ ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકર્યો, RMCએ જાહેર કરી ગાઈડલાઈન
બ્લુટુથ અને ચંપલથી હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસની પ્રાથમિક તપાસમાં પહેલા તો ત્રીજા માળેથી પડી જતા મોત માની લીધું હતું પરંતુ ત્યાપબાદ શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ત્રીજા માળના ધાબા પર એક બ્લુટુથ અને કાળા કલરના ચંપલ મળી આવ્યા હતા. જેના આધારે વધુ તપાસ તેજ કરવામાં આવતા સમગ્ર કેસ સાચી દિશામાં ઉકેલાયો હતો અને આરોપી મિત્રએ હત્યાની કબૂલાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.