બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઝરમર-ઝરમર તો ભાવનગરના તાલુકાઓમાં મેઘાએ ભુક્કાં બોલાવ્યા, ગઢડામાં તો ડેમ ઓવરફ્લો
Nidhi Panchal
Last Updated: 07:49 AM, 17 June 2025
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજ્યના કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોરે 3 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે 7 વાગ્યા પછી વરસાદની તીવ્રતા વધી હતી. અમદાવાદ શહેરમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા, મણિનગર અને ઓઢવ વિસ્તારમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાંજે 7 થી 9 વાગ્યા વચ્ચે માત્ર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદના સાબરમતી, મોટેરા, ચાંદખેડા, એસજી હાઇવે, ગોતા, શાહીબાગ, આસારવા, શાહપુર, દરિયાપુર, મેઘાણીનગર, નરોડા, સરદારનગર, વસ્ત્રાપુર, મેમનગર, હેલ્મેટ સર્કલ, જજીસ બંગલો સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે મીઠાખલી અંડરપાસ બંધ કરવો પડ્યો છે અને ગોતા, નરોડા પાટિયા, કુબેરનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મક્કમપુરા, સરખેજ, મકરબા, બોપલ, ઘુમા અને પાળડી વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ગોતા, ચાંદલોડિયા, થલતેજ, બોપલ અને વસ્ત્રાપુર વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બોટાદના ગઢડા તાલુકામાં સૌથી વધુ સાડા 13 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા અને શિહોરમાં 12 ઇંચ, જયારે જેશર અને ઉમરાળામાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલીના સાવરકુંડલા ખાતે 10 ઇંચ, રાજુલામાં સાડા 7 ઇંચ અને અમરેલી શહેરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. બોટાદ શહેરમાં પણ 10 ઇંચ અને ભાવનગરના મહુવામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
વલ્લભીપુરમાં સાડા 6 ઇંચ, તલાજા અને ગારિયાઘર ખાતે 6 ઇંચ વરસાદ થયો છે. સુરેન્દ્રનગરના ચોટિલામાં સાડા 5 ઇંચ, ભરૂચના હાંસોટમાં સાડા 5 ઇંચ અને રાજકોટના વિંછીયામાં સાડા 5 ઇંચ વરસાદ પડ્યો છે. મોરબી શહેરમાં સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સતત વરસતા વરસાદના કારણે અનેક નિચાણવારા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રહેવા અને જાહેર સુચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યા છે. લોકોને સલામતી માટે ઘરની અંદર જ રહેવાની તેમજ બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.