બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નકલી કોર્ટ બાદ હવે નરોડામાંથી ઝડપાઇ આખેઆખી નકલી હોસ્પિટલ, જાણો કઇ રીતે ફૂટ્યો સમગ્ર ભાંડો
Last Updated: 09:52 AM, 19 March 2025
ગુજરાતમાં છાશવારે નકલી ચીજ વસ્તુઓ પકડાતી રહે છે. જેમાં હળદરથી લઇને નકલી સોડા સહિત ઘણી વસ્તુઓ ભૂતકાળમાં ઝડપાઇ છે. આ ઉપરાંત થોડા મહિનાઓ પહેલા નકલી કોર્ટનું પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ બાદ તાજેતરમાં અમદાવાદના નરોડામાંથી નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે. જેમાં નરોડામાં નકલી ડોક્ટર નકલી હોસ્પિટલ ચલાવતો હતો.
ADVERTISEMENT
હોસ્પિટલના માલિકની ધરપકડ કરવામાં આવી
ADVERTISEMENT
વધુ મળતી માહિતી મુજબ નકલી ડોક્ટર દ્વારા થ્રી સ્ટાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જેમાં ICU અને ટ્રોમસેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા હોસ્પિટલના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. ડિગ્રી વગરનો ડોક્ટર અને રજિસ્ટ્રેશન વગર ચાલતી સમગ્ર હોસ્પિટલનું તંત્ર ચાલતું હતું. જેમાં દર્દીઓને ખોટી રીતે એડમિટ બતાવી મેડિક્લેમ પકવતો હતો.
આ પણ વાંચો: માત્ર 20 રૂપિયામાં મિત્ર બન્યો વેરી, ત્રીજા માળેથી ધક્કો મારીને હત્યા, બ્લુટુથ અને ચંપલે ખોલ્યું રાઝ
આ ઘટનામાં વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખુલી હતી. જેન આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ આદરી હતી. જેમાં ખોટા સિક્કા, ખોટા પેપર્સ , ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પોલીસે કબજે કર્યા હતા. જેમાં ખોટા બિલો , દર્દીઓ અને રિપોર્ટના આધારે હોસ્પિટલ મેડિક્લેમ પકવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કિસ્સામાં નકલી ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.