બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આરોગ્ય સાથે ચેડાં! અમદાવાદમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો, અસલી-નકલીની ઓળખ કેવી રીતે કરવી?

ગુજરાત / આરોગ્ય સાથે ચેડાં! અમદાવાદમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો, અસલી-નકલીની ઓળખ કેવી રીતે કરવી?

Nidhi Panchal

Last Updated: 06:54 PM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેકોવાર નકલી ઘીના કિસ્સા સામે આવે છે, ત્યારે ફરી એકવાર અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાંનો કિસ્સો સામે આવ્યો છે. ફૂડ વિભાગે વટવા અને દૂધેશ્વર સહિત ત્રણ સ્થળોએ દરોડા પાડીને ₹31.81 લાખની કિંમતનો 4,850 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે

અનેકોવાર નકલી ઘીના કિસ્સા સામે આવે છે, ત્યારે ફરી એકવાર અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાંનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાની ચોંકાવનારી કિસ્સો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરીને શહેરમાં અલગ-અલગ ત્રણ જગ્યાએથી અસલીના નામે ધૂમ વેચાતો નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

bakli-ghee

ફૂડ વિભાગ દ્વારા એક્શન

તહેવારો અને સામાન્ય દિવસોમાં શુદ્ધ ઘીના નામે નકલી અને ભેળસેળયુક્ત પદાર્થો પધરાવી દેતી આ ટોળકી પર ફૂડ વિભાગ ત્રાટક્યું હતું. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા જાણીતી બ્રાન્ડના નામે પેક કરાયેલા 'રિધમ કાઉ ઘી' અને 'વચનામૃત ઘી'નો મોટો શંકાસ્પદ જથ્થો સીઝ કરીને જપ્ત કરવામાં આવ્યો છે.

અલગ-અલગ વિસ્તારોમાં બાતમીના આધારે સામૂહિક કાર્યવાહી

મળતી માહિતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે અલગ-અલગ વિસ્તારોમાં બાતમીના આધારે સામૂહિક કાર્યવાહી હાથ ધરી હતી. આ રેડ દરમિયાન અધિકારીઓએ અંદાજે ₹31.81 લાખની માતબર કિંમતનો 4 હજાર 850 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો કાયદેસર રીતે પોતાના કબજે લીધો છે.

ghee-2

કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ

તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તપાસ દરમિયાન આ બજારમાં વેચાતું શંકાસ્પદ ઘી વટવા વિસ્તારમાં આવેલા વીરકૃપા ટ્રેડર્સ અને દૂધેશ્વર વિસ્તારમાં આવેલી ત્રિશાલા એજન્સીમાંથી મળી આવ્યું હતું. આ બંને મુખ્ય ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરો પરથી જંગી માત્રામાં નકલી ઘીના ડબ્બા અને પેકેટો પકડી પાડવામાં આવ્યા છે.

Nakli-ghee-raid

તપાસમાં આ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં સફળતા

અધિકારીઓની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી છે. પકડાયેલી બંને બ્રાન્ડ એટલે કે 'રિધમ કાઉ ઘી' અને 'વચનામૃત ઘી'નું ગેરકાયદેસર અને શંકાસ્પદ ઉત્પાદન અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં આવેલા પાલડી કાંકજ ગામે થતું હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો : PM મોદીની અપીલ પછી સુરતમાં સોનાની ખરીદીમાં 80%નો ઘટાડો, લોકો હવે શેરબજાર તરફ વળ્યાં

ચલાવીને શહેરી વિસ્તારોમાં ઝેર

આ ગ્રામ્ય વિસ્તારમાં ઘીના નામે મોટું પ્રોડક્શન યુનિટ ચલાવીને શહેરી વિસ્તારોમાં ઝેર સમાન નકલી ઘી સપ્લાય કરવામાં આવતું હતું. હાલમાં AMCના ફૂડ વિભાગે આ આખો ઘીનો જથ્થો સત્તાવાર રીતે જપ્ત કરી લીધો છે અને લેબોરેટરી ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલી આપ્યા છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરના ગુના દાખલ કરીને આ કૌભાંડ પાછળ સંડોવાયેલા તમામ મુખ્ય સૂત્રધારોની સામે આગળની કડક કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ રીતે ઓળખો નકલી અસલી ઘી

બજારમાં મળતું ઘી અસલી છે કે નકલી તે ઘરે બેઠા સરળતાથી ઓળખવા માટે કેટલીક ખાસ રીતો છે. સૌથી પહેલી રીત એ છે કે એક ચમચી ઘીને તમારી હથેળી પર મૂકો, જો તે અસલી હશે તો શરીરના તાપમાનને કારણે હથેળી પર જ તરત જ ઓગળવા લાગશે અને તેની સુગંધ લાંબો સમય રહેશે, જ્યારે નકલી ઘી ઝડપથી ઓગળતું નથી. બીજી રીતમાં, એક વાસણમાં થોડું ઘી ગરમ કરો; જો ઘી તરત જ ઓગળીને ડાર્ક બ્રાઉન કે કથ્થઈ રંગનું થઈ જાય તો તે શુદ્ધ છે, પરંતુ જો તે ઓગળવામાં સમય લે અને પીળા રંગનું દેખાય તો તેમાં ભેળસેળ હોઈ શકે છે. આ સિવાય, એક નાની વાટકીમાં ઓગળેલા ઘીમાં થોડું આયોડિન (Iodine) નું દ્રાવણ ઉમેરો, જો ઘીનો રંગ વાદળી (Blue) થઈ જાય તો સમજવું કે તેમાં બટાકા, શક્કરિયા કે સ્ટાર્ચની ભેળસેળ કરવામાં આવી છે. શુદ્ધ ઘી દાણાદાર હોય છે અને તેની ચોખ્ખી સુગંધ જ તેની અસલી હોવાની સૌથી મોટી ઓળખ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fake ghee Ahmedabad Suspicious ghee seized Food department raid
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ