બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધોળકાના ત્રાસદની કેડિલા કંપનીમાં મહિલા સહિત 4 લોકો થયા બેભાન, એકનું મોત
Last Updated: 11:48 PM, 17 March 2025
અમદાવાદમાં ધોળકાના ત્રાસદની કેડિલા કંપનીમાં ભેદી ઘટના બની છે. કંપનીના વોશ રૂમમાં મહિલા સહિત 4 લોકો બેભાન થયા હતાં. જેમાં મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ લોકોને હોસ્પિટલ લઈ જવાયા છે.
ADVERTISEMENT
1નું મોત અન્ય 3 લોકો સારવાર હેઠળ
ADVERTISEMENT
વર્ષા રાજપૂત નામની મહિલાનું ભેદી મોત થયું છે જ્યારે અન્ય ત્રણ લોકોને ધોળકાની જીવનદીપ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. જો કે, ક્યાં કારણોસર આ ઘટના બની છે તે અંગે ચોક્સ જાણવા મળ્યું નથી પરંતુ લોકો આ બાબતે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે.
આ પણ વાંચો: VIDEO : અસામાજિક શખ્સો બેફામ, જમવાનું ન આપવા જેવી બાબતમાં કરાયો હુમલો
કંપનીના વોશ રૂમમાં મહિલા સહિત 4 લોકો થયા બેભાન
ધોળકાના ત્રાસદની કેડિલા કંપનીમાં નોકરી કરતા એક યુવકે ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, ''એક મેડમ વોશ રૂમમાં ગયા હતા ત્યાં તેઓ પડી ગયા હતા. જેમને બાચાવવા માટે અન્ય લોકો ગયા હતા પરંતુ અંદરથી દુર્ગધ આવતી હતી જેના કારણે અન્ય લોકો પણ બેફાન થઈ ગયા હતા ત્યારબાદ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા''.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Jammu Kasmir Landslide / ભૂસ્ખલન બાદ JKમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે મોટું અપડેટ, નંબર જાહેર, જુઓ કેવા છે હાલ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.