બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં ફરી અસામાજીક તત્વોનો આતંક, 10 શખ્સોનો ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો
Last Updated: 11:54 PM, 20 March 2025
રાજ્યમાં અસમાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ગૃહ મંત્રી મંત્રીએ પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે, તેમ છતાં અમદાવાદના ચાંદખેડામાં અસામાજિક તત્વોના ત્રાસમાં પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાથી વિવાદ વકર્યો છે.
ADVERTISEMENT
પોલીસે ફરિયાદ ન નોંધતા વિવાદ વકર્યો
ADVERTISEMENT
ચાંદખેડામાં પરિવાર પર થયેલા હુમલામાં પોલીસે માત્ર અરજી નોંધી છે અને પોલીસે ફરિયાદ ન નોંધતા વિવાદ વકર્યો છે. 10 શખ્સોએ ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો કર્યો હતો. મહિલાઓ સાથે પણ મારામારી કરીને ચેઈન સ્નેચિંગ કર્યાનો પણ આક્ષેપ છે. 39 બંગલાવાળી તલાવડી વિસ્તારમાં બનાવ બન્યો હતો. અત્રે જણાવીએ કે, હુમલા પાછળનું કારણ પોલીસ તપાસ પછી સામે આવશે.
આ પણ વાંચો: કોડીનારના માઢવાડ બંદરે મોટી દુર્ઘટના, બોટ લઈને દરિયામાં નાહવા ગયેલા બે યુવાનો ડૂબ્યા
અસામાજિક તત્વોના ત્રાસ સામે લોકોમાં ભારે રોષ
અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વો શહેરના રસ્તાઓ પર બેફામ બનીને આતંક મચાવતા હોવાથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ જોવા જઈએ તો અમદાવાદ શાંતિપ્રિય શહેર છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો ત્રાસ ફેલાવીને શાંતિનો ભંગ કરી રહ્યાં છે. પોલીસ મહેનત કરી રહી છે આવા શખ્સો સામે. જો કે તેમ છતાં આરોપીઓ ગુંડા બનીને રોફ ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. જેથી શહેરીજનોનું કહેવું છે કે પોલીસે કોઈ નવો રસ્તો અપનાવી આવા લુખ્ખા તત્વોને સંદેશો પહોંચાડવો જોઈએ. પોલીસે એ રીતે કામગીરી કરવી પડશે કે લુખ્ખા તત્વો તોફાન કરતા પહેલા 10 વાર વિચારે. સાથે જ તેમનામાં પોલીસનો ખોફ હોવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.