બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ આવતીકાલે આ રસ્તાઓ પર ન નીકળતા, વાહનનોની અવર જવર રહેશે બંધ

જાણી લેજો / અમદાવાદીઓ આવતીકાલે આ રસ્તાઓ પર ન નીકળતા, વાહનનોની અવર જવર રહેશે બંધ

Last Updated: 09:29 PM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah In Ahmedabad : પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જે કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે, જાણો વૈકલ્પિક રુટ કયો ?

Amit Shah In Ahmedabad : અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ તરફ હવે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ આવતીકાલ તા.18/05/2025 ના રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જે કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની પેટા કલમ 33(1)(1) (બી) (સી)ની સત્તા અન્વયે આવતીકાલ તા.18/05/2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી, ભારત સરકારના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં VIPs/VVIPs ઉપરાંત મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત

શાસ્ત્રીનગર ચાર રસ્તા થી ફોનવાલે કટ થી ડાબી બાજુ વળી ટેલીફોન એક્સ્ચેન્જ ચાર રસ્તા થઈ પારસનગર ટી થઈ એ.ઈ.સી. બ્રિજ તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે. આ સાથે સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમા રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.15/05/2025ના સાંજ કલાક 16:00 થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

વધુ વાંચો : ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતાનું નિધન, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલી

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Naranpura Amit Shah
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ