બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
Priykant Shrimali
Last Updated: 10:38 AM, 16 May 2025
Amit Shah In Gujarat : ઓપરેશન સિંદૂર બાદ આજે પ્રથમવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવનાર છે. વિગતો મુજબ આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચશે. વાસ્તવમાં આ 3 દિવસ દરમિયાન અમિત શાહ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ADVERTISEMENT
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે અમિત શાહ અમદાવાદ આવશે. જ્યાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. આ સાથે 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે.
ADVERTISEMENT
આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ RTO સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ કરશે. વિગતો મુજબ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ 18 તારીખે અલગ-અલગ સ્થળોએ જાહેરસભાને સંબોધન કરશે. જેમાં ખાસ કરીને અમદાવાદના સાયન્સ સિટી, મહેસાણા અને નારણપુરા વિસ્તારમાં સભાનું આયોજન કરાયું છે.
વધુ વાંચો : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોટો સપાટો, ત્રણ કોચની તાત્કાલિક કરાઈ બદલી, જાણો મામલો
ADVERTISEMENT
16 મે 2025 (શુક્રવાર)
ADVERTISEMENT
17 મે 2025 (શનિવાર)
ADVERTISEMENT
18 મે 2025 (રવિવાર)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.