બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ધુળેટીના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી, એક જ દિવસમાં કુલ 3,485 કોલ નોંધાયા

કામગીરી / ગુજરાતમાં ધુળેટીના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી, એક જ દિવસમાં કુલ 3,485 કોલ નોંધાયા

Last Updated: 07:11 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારની આર્શીવાદરૂપ સેવા એટલે કે ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઈમરજન્સી સેવા 24 કલાક લોકોની સેવા માટે અવિરત હોય છે. ત્યારે આજે ધૂળેટીના દિવસે બપોર સુધીમાં 108ને 3,485 ઇમરજન્સી કોલ આવ્યા હતા.

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી થવાની ઘટના, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આરોગ્યકર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશભરમાં ધામધૂમથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગઇકાલે ગુજરાતમાં 108ને 2030 ઈમરજન્સી કોલ આવ્યા હતા.

અમદાવાદમાં સૌથી વધુ શેના કોલ

મળતી માહિતી મુજબ રાજ્યમાં ધૂળેટીમાં ઈમર્જન્સી કોલની સંખ્યામાં 30 ટકા વધારો થયો હતો. જેમાં રાજ્યમાં એક જ દિવસમાં કુલ 3,485 કોલ નોંધાયા હતા. ત્યારે સૌથી વધુ માર્ગ અકસ્માતના 715 કોલ મળ્યા હતા. અને હુમલાના 360 અને 209 સામાન્ય ઈજાના કોલ મળ્યા હતા. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતના કોલ આવ્યા હતા. જ્યારે સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34 કોલ મળ્યા છે. બીજી તરફ દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24 કોલ મળ્યા હતા

આ પણ વાંચોઃ બેફામ કારચાલકે બાઈક અને એક્ટિવાને લીધું અડફેટે, મહિલાનું મોત, કાળજુ કંપાવી દેતા CCTV

રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડી હતી

13 માર્ચ અને 14 માર્ચના રોજ હોળી-ધૂળેટીના તહેવારને લઇ 108 દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.ગત વર્ષમાં હોળી-ધૂળેટીના પર્વમાં થયેલા માર્ગ અકસ્માત સહિતના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

108 emergency service 108 Emergency Call Holi festival
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ