બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:21 PM, 12 September 2024
સમયસર નખ ન કાપવા બદલ ઘરે માતા-પિતા કે સ્કૂલ, કોલેજમાં ટીચર દ્વારા ટોકવામાં આવ્યા જ હશે પણ આપણાં ભારતના પૂણેમાં રહેતા એક વ્યક્તિએએ નખ ન કાપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ વ્યક્તિનું નામ છે શ્રીધર ચિલ્લાલ અને એમને 66 વર્ષ સુધી નખ કાપ્યા નહતા.
ADVERTISEMENT
એમને 1952 પછી ડાબા હાથના નખ કાપ્યા ન હતા અને તેમના અંગૂઠાના એક નખની લંબાઈ 197.8 સેન્ટિમીટર એટલે કે છ ફૂટ હતી હતી જ્યારે તમામ નખની સંયુક્ત લંબાઈ 909.6 સેન્ટિમીટર હતી.
ADVERTISEMENT
શ્રીધર પોતાના લાંબા નખના કારણે ચર્ચામાં રહ્યા હતા અને અંતે સૌથી લાંબા નખ ધરાવનાર વ્યક્તિ તરીકે આખી દુનિયામાં ઓળખ બનાવી હતી. પણ પ્રશ્ન એ થાય કે એમને નખ વધારવાનો આ નિર્ણય કેમ લીધો હતો?
રિપોર્ટ અનુસાર તેમના નખ ન કાપવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. શ્રીધર જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક દિવસ મસ્તી કરતાં જતાં હતા અને એમના ટીચર સાથે અથડાયા એ બાદ શિક્ષકે તેને ખરાબ રીતે માર માર્યો.. જ્યારે કારણ પૂછ્યું ત્યારે ટીચરે કહ્યું કે તેના કારણે એમના હાથના નખ તૂટી ગયો હતો એ બાદથી શ્રીધરે મન બનાવ્યું હતું કે તે ક્યારેય નખ નહીં કાપે.
શ્રીધરે તેના જમણા હાથના નખ કાપવાનું ચાલુ રાખ્યું જેથી તે રોજિંદા કાર્યો કરી શકે. પરંતુ તેણે તેના ડાબા હાથના નખ ન કાપ્યા અને ધીરે ધીરે નખ વધવાને કારણે શ્રીધરને એ આંગળીઓ અને હાથનો ઉપયોગ કરવામાં પરેશાની થવા લાગી હતી.. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવીને અંતે એમને 2018માં તેમના નખ કાપવાનો નિર્ણય કર્યો અને આજે પણ એમના નખ ન્યૂયોર્કના એક મ્યુઝિયમમાં સાચવેલા પડ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.