બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Video: જમવા મુદ્દે લગ્નપ્રસંગમાં ડખો, જાનૈયા વરરાજા સાથે પરત ફર્યા, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, પછી શું થયું
Last Updated: 03:25 PM, 3 February 2025
અવાર નવાર લગ્ન પ્રસંગમાં નાની મોટી બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. ત્યારે આવો જ એક બનાવ સુરતનાં વરાછા વિસ્તારમાં બન્યો હતો. જેમાં લગ્ન પ્રસંગરમાં નજીવી બાબતને લઈ જાન પરત નીકળી હતી. પોલીસ દ્વારા કાઉન્સીલીંગ કરી પોલીસ મથકમાં જ સુખદ સમાધાન લાવ્યા હતા.
ADVERTISEMENT
રોષે ભરાયેલા જાનૈયાઓ માંડવેથી પરત ફર્યા
સુરતમાં જમવાને લઈને લગ્નપ્રસંગમાં મોટું વિઘ્ન ઉભું થયું. અને વિઘ્ન એવું કે, જાનૈયા સાથે વરરાજા માંડવેથી પરત ફર્યા હતા. આ વિચિત્ર ઘટના વરાછાના લક્ષ્મીનગર વાડી વિસ્તારમાં ઘટી છે. આ ઘટનાને વિસ્તારથી જાણીએ તો દીકરીના લગ્નમાં જમવાનું ઓછું પડ્યું હતું. જે બાબતને લઈ જાનૈયાઓ રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા જાનૈયાઓ અને વરરાજા લગ્ન વિધિ કર્યા વગર જ માંડવેથી પાછી ફરી ગયા હતા.
ADVERTISEMENT
પોલીસની દરમિયાનગીરીથી સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો
જે બાદ સમગ્ર ઘટનાથી ગભરાયેલ કન્યાના પિતાએ વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ વરાછા પોલીસ દ્વારા વર-કન્યા પક્ષને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમજાવ્યા હતા. પોલીસની દરમિયાનગીરીથી સુખદ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો. બંને પક્ષના લોકો લગ્ન માટે સહમત થયા હતા અને પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની સામે જ વર-કન્યાએ વરમાળા પહેરાવી હતી. અને ત્યારબાદ વાજતે-ગાજતે જાનૈયાઓ જાન લઈને લગ્નસ્થળ પર પહોંચ્યા હતા. આમ સમસ્યાનું સુખદ સમાધાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.