ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે હાલમાં નિસર્ગ વાવાઝોડાંને પગલે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડેલો જોવા મળ્યો. રાજ્યમાં પડેલા વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે, ત્યારે રાજકોટ અને બોટાદ જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં છે.
રાજકોટના ગોંડલના અનેક ગામડાઓમાં વાવણીલાયક વરસાદ
કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકનું વાવેતર કરાશે
બોટાદના ગઢડામાં ખેડુતોએ વાવણીના કર્યા શ્રીગણેશ
રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ
ગુજરાતમાં નિસર્વ વાવાઝોડાંના પગલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટના જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી.
આજે ગામના ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી રહી છે. ખેડૂતો કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકનું વાવેતર કરશે. વહેલી વાવણી થતાં ખેડૂતોને ફાયદો થશે. જોકે શ્રમિકોની અછતના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
બોટાદના ગઢડામાં ખેડુતોએ વાવણીના કર્યાં શ્રીગણેશ
નિસર્ગ વાવાઝડો બાદ રાજ્યમાં અનેક જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે. બોટાદ જિલ્લામાં ગતરોજ જ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડેલો જોવા મળ્યો. જેને લઇને ગઢડાના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યો છે.
વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ કરી દીધું છે. બોટાદ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂત કપાસનું વાવેતર થાય છે. હાલ સમયસર વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.