બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPL 2025ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર GT, ઓરેન્જ અને પર્પલ કેપ પર પણ કબજો
Last Updated: 12:52 PM, 26 April 2025
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં ગુજરાત ટાઇટન્સ (GT) નું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી આ ટીમે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તો બીજી તરફ, ટીમના ખેલાડીઓ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં સૌથી આગળ રહે છે.
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સ (GT) એ અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી 6 મેચ જીતી છે, જેનાથી ટીમને 12 પોઈન્ટ મળ્યા છે. અને તે નેટ રન રેટ +1.104 છે. જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટીમના સાતત્ય અને સંતુલિત પ્રદર્શને તેમને આ સ્થાન પર પહોંચાડ્યા છે. દિલ્હી 12 પોઈન્ટ અને +0.657 ના રન રેટ સાથે ટેબલમાં બીજા નંબરે છે.
સાઈ સુદર્શન ઓરેન્જ કેપની રેસમાં આગળ છે...
ADVERTISEMENT
ગુજરાતના યુવા બેટ્સમેન સાઈ સુદર્શને આ સિઝનમાં અત્યાર સુધીમાં 8 મેચમાં 417 રન બનાવ્યા છે. તેણે 52.12 ની સરેરાશથી 417 રન બનાવ્યા છે. તે હાલમાં ઓરેન્જ કેપ તેની પાસે છે. ગુજરાતના જોસ બટલરે 8 મેચમાં 356 રન બનાવ્યા છે.
પર્પલ કેપ રેસમાં આગળ રહેલા ગુજરાતના બોલર કૃષ્ણા
પ્રલિદ્ધ કૃષ્ણા પણ આ IPL સિઝનમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. ટીમના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 મેચમાં સૌથી વધુ 16 વિકેટ લીધી છે. તેણે 14.12 ની બોલિંગ એવરેજ અને 7.29 ની ઇકોનોમી સાથે બોલિંગ કરી છે. આરસીબીના જોશ હેઝલવુડે પણ 16 વિકેટ લીધી છે. જ્યારે ગુજરાતના આર. સાઈ કિશોરે 8 મેચ પછી 12 વિકેટ લીધી છે.
ગુજરાતની સફળતાનું કારણ
ગુજરાતમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું ઉત્તમ યોગદાન છે, જેના કારણે ટીમ દરેક પાર્ટમાં મજબૂત બની છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ટીમે વ્યૂહાત્મક રીતે મજબૂત પ્રદર્શન કર્યું છે, જેના કારણે ટીમ સતત જીત મેળવી રહી છે. ટીમનો સપોર્ટ સ્ટાફ પણ ઉત્તમ છે.
વધુ વાંચો: 'આ તારીખે ગોંડલના અલગ અલગ વિસ્તારોમાં ફરીશ', અલ્પેશ કથીરીયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વિકારી
ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા છે, જે તેમના ઝડપી બોલિંગ અને કોચિંગ અનુભવ માટે જાણીતા છે. વિક્રમ સોલંકી ટીમના ક્રિકેટ ડિરેક્ટર છે, પાર્થિવ પટેલ ટીમના બેટિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે મેથ્યુ વેડ સહાયક કોચ છે. આ ઉપરાંત, આશિષ કપૂર અને નરેન્દ્ર નેગીને પણ સહાયક કોચ તરીકે કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં ઊંડાણ છે, જે તેમને કોઈપણ પરિસ્થિતિમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે.
ગુજરાતના અત્યાર સુધીના પ્રદર્શને તેને IPL 2025 ના પ્લેઓફ માટે મજબૂત દાવેદાર બનાવ્યું છે. જો ટીમ આ રીતે પ્રદર્શન કરતી રહેશે, તો તે આ સિઝનમાં ખિતાબ જીતવા માટે એક મજબૂત દાવેદાર બની શકે છે.
ગુજરાત ટાઇટન્સ સ્ક્વોડ: સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, આર. સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઇશાંત શર્મા, વોશિંગ્ટન માહલીપ સુંદર, એન ફિલિપ સુંદર, એન. લોમરોર, અરશદ ખાન, જયંત યાદવ, નિશાંત સિંધુ, કુલવંત ખેજરોલિયા, ગેરાલ્ડ કોએત્ઝી, માનવ સુથાર, કુમાર કુશાગરા, ગુરનૂર બ્રાર, કરીમ જનાત.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.