Team VTV04:35 PM, 01 Jan 23
| Updated: 04:40 PM, 01 Jan 23
જીએસટીની આવકની દ્રષ્ટિએ ડિસેમ્બર 2022નો મહિનો પણ સરકાર માટે ભારે ફાયદાકારક રહ્યો છે. આ મહિનામાં સરકારને રેકોર્ડબ્રેક આવક થઈ છે.
ડિસેમ્બર 2022ની જીએસટી આવકના આવ્યા આંકડા
સરકારને થઈ 1.49 લાખ કરોડની જીએસટી આવક
સતત 10મા મહિને જીએસટીની આવકમાં વધારો દેખાયો
2022ના આખા વર્ષમાં સરકારને જીએસટીની બંપર આવક થઈ છે. 2022ના બારે બાર મહિનામાં સરકારને રેકોર્ડબ્રેક જીએસટીની આવક થઈ છે. આજે ડિસેમ્બર 2022ના જીએસટી ડેટા આવી ગયા છે અને સતત દસમાં મહિને 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુની જીએસટીની આવક થઈ છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 1,49,507 કરોડ રૂપિયા નોંધાયું છે. આ રીતે જીએસટી કલેક્શનથી સરકારને મોટી કમાણી થઇ રહી છે.
👉 Rs 1,49,507 crore GST Revenue collected for December 2022, records increase of 15% Year-on-Year
👉 Monthly GST revenues more than Rs 1.4 lakh crore for 10 straight months in a row
જાણો જીએસટીના કુલ આંકડા
ડિસેમ્બર 2022 માં ગ્રોસ જીએસટી કલેક્શન 1,49,507 કરોડ રૂપિયા અને સીજીએસટીનો હિસ્સો 26,711 કરોડ રૂપિયા હતો. એસજીએસટીનો હિસ્સો રૂ. 33, 357 કરોડ અને આઈજીએસટીનું કલેક્શન રૂ.78,434 કરોડ રહ્યું હતું. આ IGSTમાં માલની આયાતની રકમ (40,263) પણ સામેલ છે. આ સિવાય સેસનો હિસ્સો 11,005 કરોડ રૂપિયા રહ્યો છે અને તેમાંથી 850 કરોડ રૂપિયા માલની આયાતથી મળ્યા છે.
સમાધાન પછી કેવી હતી આવક
સરકારે સીજીએસટીના ભાગરૂપે નિયમિત પતાવટ પેટે રૂ. 36,669 કરોડ અને એસજીએસટી તરીકે રૂ. 31094 કરોડની પતાવટ કરી છે. ડિસેમ્બર 2022માં, રાજ્યો અને કેન્દ્રને નિયમિત સમાધાન પછી સીજીએસટી તરીકે 63,380 કરોડ રૂપિયા અને એસજીએસટી તરીકે 64,451 કરોડ રૂપિયા મળ્યા હતા.