બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તહેવાર ટાણે રાહતની આશા! દવા, ટ્રેક્ટર, વીમા સહિત આ વસ્તુઓ થશે સસ્તી, ઘટી શકે GST

બેઠક / તહેવાર ટાણે રાહતની આશા! દવા, ટ્રેક્ટર, વીમા સહિત આ વસ્તુઓ થશે સસ્તી, ઘટી શકે GST

Last Updated: 01:45 PM, 3 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંત્રીમંડળની સમિતિ દવાઓ, વીમા અને ટ્રેક્ટર પરના GST દરો ઘટાડવા પર વિચાર કરી રહી છે. તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળી શકે છે. હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ પર પણ GST દર ઘટાડવાની સંભાવના છે.

GSTના દરોને તર્કસંગત કરવા માટે રચાયેલી મંત્રી સ્તરીય સમિતિ હવે સામાન્ય માણસને મોટી રાહત આપી શકે છે. સમિતિ ઘણી દવાઓ, વીમા અને ટ્રેક્ટર પરના જીએસટી દરને 5 ટકા સુધી ઘટાડવા પર વિચાર કરી રહી છે. હાલમાં ટ્રેક્ટર પર 12% અથવા 28% GST લાગે છે, જે તેમના વર્ગીકરણના પર આધાર રાખે છે. ટ્રેક્ટરથી ઘટેલી આવકની ભરપાઈ મોંઘા ઇલેક્ટ્રિક વાહનો (EVs) પર GST દર વધારીને કરી શકાય છે.

gst_22

હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સ પરના જીએસટી દરમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય વીમા પર GST 18% થી ઘટાડીને 12% કરવામાં આવી શકે છે, જ્યારે ટર્મ ઇન્શ્યોરન્સ પર 5% GST લાગવાની અપેક્ષા છે. જો કે, ટર્મ ઇન્શ્યોરન્સ પર ઝીરો GSTની માંગ ઘણા દિવસોથી ઉઠી રહી છે, પરંતુ તેના કારણે વીમા કંપનીઓને ઈનપુટ ટેક્સ ક્રેડિટનું નુકસાન થઈ શકે છે. એવામાં ટર્મ ઇન્શ્યોરન્સ પર 5% GSTનો પ્રસ્તાવ સૌથી યોગ્ય માનવામાં આવી રહ્યો છે.

PROMOTIONAL 7

12 ટકાની રેન્જમાં ઘટશે વસ્તુઓ

એક અહેવાલ અનુસાર, મંત્રી સમિતિ ચાર GST દરો બદલીને ત્રણ કરવાના પક્ષમાં નથી, પરંતુ 12% દર વાળી વસ્તુઓની સંખ્યા ઘટાડવા પર વિચારણા કરવામાં આવી રહી છે. કેટલીક વસ્તુઓને 5% સ્લેબમાં મુકવામાં આવી શકે છે, જ્યારે કેટલીક અન્ય વસ્તુઓને 18% સ્લેબમાં ખસેડવામાં આવી શકે છે.

આ પણ વાંચો: નવરાત્રીના પહેલા દિવસે સોનું ચમક્યું, તમારા શહેરમાં આટલો થઈ ગયો ભાવ

આ મહિનાના અંત સુધીમાં આવશે ભલામણો

સમિતિ આ મહિનાના અંત સુધીમાં તેની ભલામણો સ્પષ્ટ કરશે. 19 ઓક્ટોબરના રોજ વીમા અંગે ચર્ચા કરવા માટે એક મીટિંગ થશે અને 20 ઓક્ટોબરે દર તર્કસંગતતા પર આઇટમ-વિશિષ્ટ ચર્ચા યોજાશે. જો કે, ઘણા રાજ્યોના નાણા મંત્રીઓ ત્રણ દરના માળખા માટે સંમત થયા છે. જયારે કેરળ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ વર્તમાન દરો જાળવી રાખવાના પક્ષમાં છે. કેરળના નાણામંત્રી કેએન બાલગોપાલ દર ઘટાડવામાં વધુ સંકોચ બતાવી રહ્યા છે, કારણ કે તેનું એક મુખ્ય કારણ રાજ્યની નબળી નાણાકીય સ્થિતિ છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST news Business GST Rate Cut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ