બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / GST rate cut in diamond job work Bhavnagar Diamond

રાહત / હીરા ઉદ્યોગ ફરી ધમધમશે! GSTમાં ઘટાડો થતા ભાવનગરના હીરાના વેપારીઓમાં ખુશીની લહેર

Last Updated: 12:48 AM, 22 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લામાં હીરા ઉદ્યોગ અને અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ તેમજ પ્લાસ્ટિક ઉદ્યોગ મહત્વના છે. હીરાના વ્યવસાય સાથે સીધા કે આડકતરી રીતે એક લાખથી વધુ લોકો સંકળાયેલા છે. 8 હજારથી પણ વધુ કારખાના છે. ત્યારે સરકારે હીરા ઉદ્યોગના જોબવર્ક પર પાંચ ટકા જીએસટી હતો તે ઘટાડીને 1.5 ટકા કરી નાખ્યો છે.

જીએસટીમાં ઘટાડો થતા હવે હીરા ઉદ્યોગના વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદીના મારમાં ફસાયેલા હીરા ઉદ્યોગને ઓક્સિજન મળશે તેવું પણ મનાઈ રહ્યું છે. જિલ્લામાં 15 ટકા જેટલા કારખાનાઓ હાલ બંધ હાલતમાં છે અને કેટલીક ઓફિસોને પણ તાળા લાગ્યા છે. ત્યારે જીએસટી ઘટતા હવે નવી આશાનું કિરણ વેપારીઓમાં જોવા મળ્યું છે.

આ ઉદ્યોગના મધ્યાન સમયની તો 2008ની સાલમાં જીલ્લામાં કુલ 1 લાખથી વધુ રત્નકલાકરો આ કામ કરતા હતા. કુલ 2.5 લાખ લોકોનું જીવન નિર્વાહ ચાલતું હતું. પણ ત્યારબાદ આ વ્યવસયમાં નવા કારીગરો આવતા બંધ થયા છે અને તેઓ બીજા ધંધામાં લાગી ગયા છે. ભાવનગરમાં હીરાના ઉદ્યોગકારો અસલામતી પણ અનુભવે છે. મોટાભાગના વેપારીઓ સુરત તરફ રવાનાથી જતા તેની માંઠી અસર થવા પામી છે.

ભાવનગર જીલ્લાના 15 ટકા જેટલા કારખાનામાં હાલ બંધ હાલતમાં છે. કેટલીક ઓફિસોને પણ તાળા લાગી ગયા છે. ભાવનગર જીલ્લામાં આમતો હીરાના વ્યવસાય કરો ને સરકાર કે સ્થનિક તંત્રની કોઈ સહાય મળતી નથી. છેલ્લા થોડા વર્ષોથી મંદીના વમળમાં ફેરવાઈ રહેલા હીરા ઉદ્યોગમાં જોબવર્ક ઉપર જીએસટી ઘટતા વેપારીઓ અને કારીગર બન્નેને ફાયદો થશે તેમ મનાઇ રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Diamond GST bhavnagar news ભાવનગર હીરા ઉદ્યોગ Relief
Hiren
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ