બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૂંક સમયમાં સરકાર GSTમાં આપી શકે છે રાહત, પરંતુ હોઇ શકે છે આ શરત
Last Updated: 09:29 AM, 5 September 2024
GST on Insurance Premium : જીવન અને તબીબી વીમા પ્રીમિયમને GSTના માળખામાંથી બાકાત રાખવાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક મહિના પહેલાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખ્યો હતો, જેમાં જીવન અને તબીબી વીમા પ્રીમિયમને GSTના માળખામાંથી બાકાત રાખવા વિનંતી કરી હતી. આ પછી મમતા બેનર્જીએ પણ આ માંગનો પુનરોચ્ચાર કર્યો અને સામાન્ય માણસને રાહત આપવાની માંગ કરી. હવે જ્યારે 9મી સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે વીમા પ્રીમિયમને GST મુક્ત બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મીટિંગ દરમિયાન ફિટમેન્ટ કમિટી ઓછો GST ચાર્જ કરવા અથવા પ્રીમિયમ અને વીમાની રકમ પર મર્યાદા સુધી મુક્તિ સૂચવી શકે છે.
ADVERTISEMENT
આવક પર અસર અંગે વિગતવાર અહેવાલ
ADVERTISEMENT
એક સમાચાર અનુસાર ફિટમેન્ટ કમિટી જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રિમીયમ પર સંપૂર્ણ GST મુક્તિ આપવાના પક્ષમાં નથી. આ સમિતિ 9 સપ્ટેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં GST મુક્તિની આવક પરની અસર અંગે વિગતવાર અહેવાલ રજૂ કરશે. રિપોર્ટમાં સંપૂર્ણ GST મુક્તિ અને ઓછી છૂટ આપવાની આવક પરની અસર અલગથી સમજાવવામાં આવશે.
ઉદ્યોગની માંગ છે કે વીમા પ્રીમિયમ પર હાલમાં 18% GST લાદવામાં આવે છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે, આ બહુ વધારે છે. ઈન્ડસ્ટ્રી માંગ કરી રહી છે કે વીમા પ્રોડક્ટને GSTના માળખામાં લાવવી જોઈએ અથવા લઘુત્તમ 5% ટેક્સ લાદવો જોઈએ. જોકે વીમા પ્રીમિયમ પર GST ઘટાડવાની બાબતમાં સમિતિ માને છે કે, વીમા પ્રીમિયમ અથવા વીમાની રકમ અથવા બંને પર મહત્તમ મર્યાદા 50,000 રૂપિયા હોવી જોઈએ. આ નિમ્ન અને મધ્યમ આવક જૂથના લોકો માટે અસરકારક સાબિત થઈ શકે છે.
વધુ વાંચો : શ્વેતા તિવારીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી? તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ
એક અધિકારીએ કહ્યું કે, જ્યાં પ્રીમિયમ ખૂબ વધારે છે ત્યાં GST દર ઘટાડવાની જરૂર નથી. ફિટમેન્ટ પેનલે કોઈપણ પ્રકારના GST દરની ભલામણ કરી નથી. GST કાઉન્સિલ દ્વારા આ મુદ્દે વધુ ચર્ચા કરવામાં આવશે. સમિતિમાં કેન્દ્રીય અને રાજ્ય GST અધિકારીઓનો સમાવેશ થાય છે અને કાઉન્સિલને GST દર સંબંધિત સૂચનો આપે છે. નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા સુપરત કરાયેલ મેમોરેન્ડમના આધારે ગડકરીએ નાણામંત્રીને પત્ર લખ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.