Team VTV08:45 PM, 09 Feb 23
| Updated: 08:52 PM, 09 Feb 23
બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરત ખાતે કુલ 61 બોગસ પેઢીઓ મળવા પામી હતી.
બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી અને એટીએસ નું સંયુક્ત ઓપરેશન
સુરત ખાતે ૭૫ પેઢીઓ ની કરવામાં આવી ચકાસણી
બોગસ 61 પેઢીઓ દ્વારા 83.73 કરોડ ની વેરા શાખ પાસ ઓન કરવામાં આવી
બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી અને એટીએસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરત ખાતે 75 પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી. સંયુક્ત ઓપરેશનમાં કુલ 61 બોગસ પેઢીઓ મળી આવી હતી. બોગસ પેઢીઓએ 2768 કરોડના બોગલ બિલ પણ બનાવ્યા છે. ત્યારે હજુ 14 પેઢીઓમાં તપાસ ચાલુ છે.
CBI એ રેડમાં 42 લાખની રોકડ ઝડપી
રોકડ સહિત સોના-ચાંદીના દાગીના પણ ઝડપ્યા
સેન્ટ્રલ GST ના અધિકારી સામે ફરિયાદ નોંધાવવા પામી
ગાંધીધામ સેન્ટ્રલ GST ના અધિકારી સામે ફરિયાદ નોંધાવવા પામી છે. ગાંધીધામ જીએસટીના અધિકારી સામે અપ્રમાણસર મિલ્કતને લઈને સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કર્યો છે. જેમાં આસી. કમિશ્નર મહેશ ચૌધરી અને તેમના પત્ની સામે ફરિયાદ નોંધાવવા પામી છે. ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં આશરે અડધો ડઝનથી વધુ સ્થળોએ સીબીઆઈ તપાસ હાથ ધરવામાં આવી છે. સીબીઆઈએ દરોડામાં 42 લાખની રોકડ રકમ કબ્જે કી હતી. તેમજ સોના-ચાંદીના દાગીના પણ કબ્જે કર્યા છે.
GST ની માર્ગદર્શિકાના 15 ફોર્મેટ ભરાતા જ કરચોરી પકડાઈ જશે
GST ના અધિકારીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. GST ની માર્ગદર્શિકાના 15 ફોર્મેટ ભરાતા જ કરચોરી પકડાઈ જશે. GST ના અધિકારીઓ માટે 245 પાનાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઓડિટ, દરોડા અને કરતાદાતાને નોટિસ જેવી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. નાનામાં નાની વસ્તુઓને લઈને વિગતવાર માહિતી આ પુસ્તિકામાં આપવામાં આવી છે. વધારામાં સરકારના જીએસટી ને લગતા પરિપત્રોનો જરૂરી સમાવેશ કરવામાં આવ્યો છે. હજુ અનેક કરદાતાઓના વર્ષ 2017 થી રિટર્ન ભરવાના બાકી
રાજ્યમાં રિટર્ન બાકી હશે તો જીએસટી નંબર રદ થશે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી વધુ રિટર્ન બાકી હશે તો જીએસટી નંબર થશે કાયમી રદ્દ. નવા નિયમ મુજબ 1 એપ્રિલથી જીએસટી નંબર કાયમી ધોરણે બંધ થશે. નવા નિયમોમાં કરદાતા 3 વર્ષ સુધીના બાકી રિટર્ન ફાઈલ કરી શકશે. હજુ અનેક કરદાતાઓના વર્ષ 2017 થી રિટર્ન ભરવાના બાકી છે. નવા નિયમોમાં કરદાતા 3 વર્ષ સુધીના બાકી રિટર્ન ફાઈલ કરી શકશે.