શનિવારે GST ની 26મા બેઠક થવા જઇ રહી છે. આ બેઠકમાં કાઉન્સિલ ઘણા મહત્વના મુદ્દા પર નિર્ણય લેશે. જ્યાં વેપારીઓને જીએસટી રિટર્નને 3b દ્વારા ફાઇલ કરવા માટે અનુમોદન મળી શકે છે ત્યાં દારૂને પણ GSTની અંદર લાવવામાં આવી શકે છે.
દારૂને GSTની અંદર લાવવાની દિશામાં પહેલું પગલું ભરી શકે છે. જો સામાન્ય મંતવ્ય બને છે તો રાજ્યો તરફથી પ્રતિરોધ છતાં આલ્કોહોલ યુક્ત પીણું બનાવવામાં ઉપયોગમાં લેવાતા એકસ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલ અથવા માનવના ઉપયોગ વાળા આલ્કોહોલને જીએસટીની અંદર લાવવામાં આવી શકે છે.
એનાથી વ્હીસ્કી રમ અને બિયર વગેરે આલ્કોહોલિક પીણું બનાવવામાં આવે છે. બાકી 30 ટકા ઇએનએનો પ્રયોગ દવા અથવા સૌંદર્ય પ્રસાધન બનાવવાના કામમાં લાવી શકાય છે. એકસ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલ પર GST લગાવવાની કેન્દ્ર સરકારની આ બીજી કવાયત છે જેની પર આ સમયે રાજ્ય સરકાર કર લગાવે છે.