GST કાઉન્સિલની બેઠક 14 માર્ચે થવા જઈ રહી છે જેમાં મોબાઈલ ફોન, ફૂટવેર અને સાથે જ કપડાં સહિતના 5 ક્ષેત્રમાં ટેક્સ દરને તર્કસંગત રીતે ફરી રજૂ કરવામાં આવી શકે છે. આ સાથે જ બેઠકમાં પોર્ટલની ખામીને લઈને ચર્ચા કરાશે અને વધતા આવક સંગ્રહને લઈને પણ વાતચીત થાય તે શક્ય છે.
GST કાઉન્સિલની બેઠક 14 માર્ચે થશે
મોબાઈલ ફોન, ફૂટવેર અને સાથે જ કપડાં થઈ શકે છે સસ્તા
GST નેટવર્ક પોર્ટલને લઈને પણ ચર્ચા સંભવ
ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ એટલે કે GST કાઉન્સિલની બેઠક 14 માર્ચે મળવા જઈ રહી છે. આ મીટિંગમાં મોબાઇલ ફોન, ચપ્પલ અને કાપડ જેવા ઉત્પાદનો સસ્તા થવાની અપેક્ષા છે. લાંબા સમયથી આ ઉત્પાદનોના જીએસટી રેટમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે.
હાલમાં આટલો વસૂલવામાં આવી રહ્યો છે ચાર્જ
હાલમાં સેલ્યુલર મોબાઇલ ફોન્સ પર 12 ટકા ડ્યુટી છે જ્યારે તેના કેટલાક કાચા માલ પર GST 18 ટકા છે. જૂતા- ચપ્પલના કિસ્સામાં કાઉન્સિલે ગયા વર્ષે જૂનમાં 1000 રૂપિયાના ઉત્પાદનને ઘટાડ્યું હતું અને તે 5 ટકા પર આવી ગયું હતું. તે જ સમયે આના કરતાં વધુ કિંમતના જૂતા અને ચંપલ પર જીએસટી 18 ટકા છે. જો કે આ વિસ્તારમાં વપરાતા કાચા માલ પરનો જીએસટી દર 5 થી 18 ટકા છે. તો અન્ય તરફ કાપડ પર જીએસટી દર 5, 12 અને 18 ટકા છે. આના કારણે નિકાસકારો દ્વારા રિફંડ ક્લેઇમ કરવામાં અને તેને જાહેર કરવામાં મુશ્કેલી અનુભવે છે.
GST નેટવર્ક પોર્ટલને લઈને પણ ચર્ચા સંભવ
આ સાથે જ કાઉન્સિલની બેઠકમાં નવા રિટર્ન ફાઈલ કરવા માટેની વ્યવસ્થા અને ઈ ઈનવોઈસના ક્રિયાન્વયનને ટાળવાની સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠકમાં જીએસટી નેટવર્ક પોર્ટલની ખામીઓ પર ચર્ચા થાય તે પણ શક્ય છે.
બેઠકમાં આ મંગાણીઓ કરવામાં આવી શકે છે
આ બેઠકમાં ઈન્ફોસિસની સાથે સમાધાનની યોજનાની માંગણી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આઈટી કંપની ઈન્ફોસિસને 2015માં જીએસટીએન નેટવર્કના ટેકનિકલ સંચાલન માટેનો કરાર આપવામાં આવ્યો હતો. આ સિવાય વધતા આવક સંગ્રહને લઈને પણ વાતચીત શક્ય બની શકે છે કેમકે કેન્દ્રએ રાજ્યોને કહી દીધું છે કે તેમની પાસે રાજ્યોના જીએસટીના અમલીકરણને કારણે આવકની ખોટની ભરપાઇ કરવા માટે કોઈ ભંડોળ નથી.