બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઈન્સ્યોરન્સ પોલિસીધારકો માટે ગુડ ન્યૂઝ, લાઈફ અને હેલ્થ વીમા પ્રીમિયમ પર ઘટી શકે GST

કામની વાત / ઈન્સ્યોરન્સ પોલિસીધારકો માટે ગુડ ન્યૂઝ, લાઈફ અને હેલ્થ વીમા પ્રીમિયમ પર ઘટી શકે GST

Last Updated: 02:51 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST કાઉન્સિલની બેઠક આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં વીમા પ્રીમિયમ પર જીએસટી સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

જીવન અને આરોગ્ય વીમા પૉલિસી પરના ઊંચા GST દરોથી રાહત મળી શકે છે. આવતીકાલે એટલે કે 9મી સપ્ટેમ્બરે GST કાઉન્સિલની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે અને આ બેઠક ઘણી રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં GST સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

Term Insurance

જો વીમા પરનો GST ઘટાડવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે તો તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે અને તેમના માટે વીમો લેવો સસ્તો થશે. આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ પર સ્ટેટસ રિપોર્ટ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

PROMOTIONAL 11

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર અને રાજ્યના ટેક્સ અધિકારીઓની બનેલી ફિટમેન્ટ કમિટી જીવન, સ્વાસ્થ્ય અને રિઇન્શ્યોરન્સ પ્રિમિયમ અને આવક પર લાદવામાં આવેલા GST સંબંધિત રિપોર્ટ સબમિટ કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને રાજ્યના પ્રધાનોનો સમાવેશ કરતી GST કાઉન્સિલ નક્કી કરશે કે આરોગ્ય વીમા પર GST 18 ટકાથી ઘટાડવો જોઈએ કે વરિષ્ઠ નાગરિકો જેવી કેટલીક શ્રેણીઓને છૂટ આપવી જોઈએ. એવું પણ કહેવાય છે કે 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં વીમા પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.

વધુ વાંચો: તમારી કારનો ઈન્સ્યોરન્સ છે? ક્લેમ કરતા પહેલા જાણી લેજો, વીમામાં નહીં કવર થાય આ 5 વસ્તુ

GSTના અમલ પહેલા ટર્મ અથવા જીવન અને સ્વાસ્થ્ય વીમા પર 15 ટકા ટેક્સ લાગતો હતો. પરંતુ GST લાગુ થયા પછી તેમાં 3 ટકાનો વધારો થયો અને આ વીમા પર 18 ટકાના દરે GST વસૂલવાનું શરૂ થયું. 3 ટકા ટેક્સમાં વધારાની સીધી અસર વીમા પોલિસીના પ્રીમિયમ પર પડી અને તેની કિંમતોમાં વધારો થયો હતો. એ બાદથી તેનો વિરોધ થઈ રહ્યો હતો અને GSTઘટાડાની વાત થઈ રહી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Premium GST Council Meet GST on Health Insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ