બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 2000 રૂપિયા સુધીના ઓનલાઈન પેમેન્ટ પર ચૂકવવો પડી શકે 18% GST, તમારા ખિસ્સા પર શું અસર?

તમારા કામનું / 2000 રૂપિયા સુધીના ઓનલાઈન પેમેન્ટ પર ચૂકવવો પડી શકે 18% GST, તમારા ખિસ્સા પર શું અસર?

Last Updated: 11:55 AM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેમેન્ટ એગ્રીગેટર્સ હાલમાં દરેક ટ્રાન્ઝેક્શન પર વેપારીઓ પાસેથી 0.5 ટકાથી 2 ટકા ચાર્જ કરે છે. જો GST લાગુ કરવામાં આવે તો તે વધારાનો ખર્ચ વેપારીઓ પર નાખી શકે છે. જે લોકોએ જ ચૂકવવો પડશે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક 9 સપ્ટેમ્બરના રોજ મળવાની છે. જેમાં બિલડેસ્ક અને CCAvenue જેવી પેમેન્ટ એગ્રીગેટર કંપનીઓ પર 18 ટકા GST લાદવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવે છે તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયાથી ઓછા પેમેન્ટ પર પણ GST ચૂકવવો પડી શકે છે. હાલમાં તેમને નાના ટ્રાન્ઝેક્શન પર છૂટ આપવામાં આવી છે. GST ફિટમેન્ટ પેનલનું માનવું છે કે આ કંપનીઓને બેંકોની શ્રેણીમાં રાખી શકાય નહીં.

ડિજિટલ પેમેન્ટના 80 ટકા 2000 રૂપિયાથી ઓછી કિંમતના

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે GST ફિટમેન્ટ પેનલનું માનવું છે કે GST પેમેન્ટ એગ્રીગેટર કંપનીઓ પર લાદવો જોઈએ. તમામ પેમેન્ટ એગ્રીગેટર કંપનીઓ માટે આ એક મોટો ફટકો સાબિત થશે કારણ કે હાલમાં દેશમાં કુલ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના 80 ટકાથી વધુ 2000 રૂપિયાથી ઓછા મૂલ્યના હોય છે. 2016 માં ડિમોનેટાઇઝેશન દરમિયાન જારી કરાયેલ સરકારી સૂચના અનુસાર, પેમેન્ટ એગ્રીગેટર્સને નાના ટ્રાન્ઝેક્શન પર વેપારીઓને તેઓ જે સેવાઓ પ્રદાન કરે છે તેના પર ટેક્સ વસૂલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

PROMOTIONAL 13

હાલમાં 0.5 ટકાથી 2 ટકા સુધી ફી કરવામાં આવે છે વસૂલ

પેમેન્ટ એગ્રીગેટર્સ હાલમાં દરેક ટ્રાન્ઝેક્શન પર વેપારીઓ પાસેથી 0.5 ટકાથી 2 ટકા ચાર્જ કરે છે. જો GST લાગુ કરવામાં આવે તો તે વધારાનો ખર્ચ વેપારીઓ પર નાખી શકે છે. હાલમાં, પેમેન્ટ એગ્રીગેટર્સ રૂ. 2000થી ઓછા ટ્રાન્ઝેક્શન પર GST ચૂકવતા નથી. તેઓ QR કોડ, POS મશીન અને નેટ બેંકિંગ જેવી ઘણી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ચુકવણીની સુવિધા પૂરી પાડે છે. જો આમ થશે તો નાના વેપારીઓ પર વિપરીત અસર થશે. તેમની મોટાભાગની ચૂકવણી 2000 રૂપિયાથી ઓછી હોય છે. જો કોઈ વેપારીએ હાલમાં 1000 રૂપિયાની ચુકવણી પર 1% ગેટવે ફી સાથે 10 રૂપિયા ચૂકવવા પડે છે, તો GST લાગુ થયા પછી, તેણે 11.80 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો, નહીં તો થઈ જશો ઠનઠન ગોપાલ

GST માત્ર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર જ લાગુ થશે

હાલમાં UPI ડિજિટલ પેમેન્ટની સૌથી લોકપ્રિય પદ્ધતિ બની ગઈ છે. નાણાકીય વર્ષ 2024 માં, વાર્ષિક ધોરણે UPI ટ્રાન્ઝેક્શનમાં 57 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 131 અબજ રૂપિયાને પાર કરી ગયો છે. ડિજિટલ પેમેન્ટ્સમાં UPIનો હિસ્સો 80 ટકાથી વધુ થઈ ગયો છે. GST માત્ર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર લાગુ થાય છે. UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ પડતો નથી, તેથી GST લાદ્યા પછી પણ તેમના પર કોઈ અસર થશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Payment GST Payment Aggregator
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ