બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / GSTમાં મોટી રાહત: સસ્તી થશે કેન્સરની દવા અને નમકીન, જાણો હેલ્થ ઇન્શ્યોરન્સ મુદ્દે શું નિર્ણય લેવાયો
Last Updated: 09:47 PM, 9 September 2024
GST કાઉન્સિલની 54મી બેઠક સોમવારે પૂરી થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે GST કાઉન્સિલે ઘણા સમયથી ચર્ચામાં રહેલા કેટલાક મુદ્દાઓને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. GST કાઉન્સિલે કેન્સરની દવાઓ, નાસ્તો અને ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવા પર GST ઘટાડવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
🔹#GST rate on cancer drugs reduced from 12% to 5%; aimed at reducing the overall cost of cancer treatment
— PIB India (@PIB_India) September 9, 2024
🔹GST rate reduced prospectively from 18 to 12% for namkeens and savoury items
-Union Finance Minister @nsitharaman pic.twitter.com/SFNnkLz6qz
ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે જો રાજ્ય કે કેન્દ્ર સરકારના કાયદા હેઠળ સ્થપાયેલી કોઈપણ યુનિવર્સિટી અને સંશોધન કેન્દ્ર સરકાર અથવા ખાનગી ક્ષેત્ર પાસેથી ભંડોળ મેળવે છે, તો તેણે તેના પર કોઈ જીએસટી ચૂકવવો પડશે નહીં. ગયા મહિને અહેવાલ આવ્યો હતો કે IIT દિલ્હી સહિત અન્ય વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને સંશોધન માટેના ભંડોળ પર GST નોટિસ મળી છે. આ પછી નાણા મંત્રાલયની ભારે ટીકા થઈ રહી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ IIT દિલ્હી સહિત કુલ 7 સંસ્થાઓને ટેક્સ ડિમાન્ડની નોટિસ મોકલી હતી.
GST rates on cancer drugs are being brought down. It is being reduced from 12% to 5% in order to further reduce the cost of cancer treatment.
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) September 9, 2024
- Smt @nsitharaman post 54th GST Council Meeting in New Delhi. pic.twitter.com/R4chu7QLH1
કેન્સરની દવાઓ પર 5 ટકા જીએસટી
GST કાઉન્સિલની બેઠક બાદ રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ કહ્યું કે નમકીન પર GST હવે 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય કેન્સરની દવાઓ પર 12 ટકાના બદલે માત્ર 5 ટકા જીએસટી લાગશે. તેનાથી કેન્સરની દવાઓ ઘણી સસ્તી થશે અને દર્દીઓને રાહત મળશે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ધાર્મિક યાત્રા પર જતા વૃદ્ધ લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીટ શેરિંગના આધારે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરતા મુસાફરોને GSTમાંથી રાહત આપવામાં આવી છે. તેને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેનાથી કેદારનાથ, બદ્રીનાથ અને વૈષ્ણોદેવી જેવા તીર્થસ્થળો પર જનારા શ્રદ્ધાળુઓને રાહત મળશે.
આ પણ વાંચો: CCTV: સુરતમાં બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર! 5 યુવાનો હવામાં ફંગોળાયાં
વીમા અને ઓનલાઈન પેમેન્ટ અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે
સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં રાજ્યોના નાણા પ્રધાનો સાથે GST કાઉન્સિલની બેઠકમાં આરોગ્ય વીમા અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવા પર પણ ચર્ચા થઈ હતી. આ પછી આ મુદ્દો મંત્રીઓના જૂથ (GOM) ને મોકલવામાં આવ્યો છે. આ GOM ઓક્ટોબર 2024 સુધીમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરશે. નવેમ્બર 2024માં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ઓનલાઈન પેમેન્ટ પર જીએસટીનો મામલો પણ ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.