gst council 41th meeting today will take up an industry proposal to reduce the tax on two wheelers
તમારા કામનું /
GST Council 41મી બેઠકમાં લેવાશે આ નિર્ણય, જાણો શું સસ્તુ થશે અને શું મોંઘુ
Team VTV08:33 AM, 27 Aug 20
| Updated: 08:36 AM, 27 Aug 20
જીએસટી કાઉન્સલિંગની 41મી બેઠક આજે 11 વાગે થશે. આ બેઠકમાં જીએસટી કમ્પેનસેશન પર ચર્ચા થશે. સોનું વેચવા પર 3 ટકા જીએસટી લગાવવા પર નિર્ણય કરવામાં આવશે. ગોલ્ડને ઈ વે બિલ હેઠળ લાવવા અને ટૂ વ્હીલર્સ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી શકાય છે.
બાઈક અને સ્કૂટર 10 હજાર રુપિયા સુધી સસ્તા થઈ શકે છે
સિન ગુડ્સ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવાની સંભાવના
ગોલ્ડ જ્વેલરીને વેચવા પર આપવો પડશે ટેક્સ
બાઈક અને સ્કૂટર 10 હજાર રુપિયા સુધી સસ્તા થઈ શકે છે. મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારણે 2 વ્હીકલ બનાવનારીઓને રાહત આપવાના સંકેત આપ્યા છે. 27 ઓગસ્ટના રોજ થનારી જીએસટી કાઉન્સિલની 41મી બેઠક માં ઓટો ઈન્ડસ્ટ્રીની એક ડિમાન્ડ પર નાણામંત્રી ધ્યાન આપી શકે છે. આ સમાચાર બાદ બજાજ ઓટો મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે એક મીડિયા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે જો સરકાર ટુ વ્હીકલ પર જીએસટી ઘટાડે છે તો આનાથી ઈન્ડસ્ટ્રીને મોટો ફાયદો થાય છે. તેમણે કહ્યું કે આ સંકટ દરમિયાન સરકારે ઈન્સેન્ટિવ આપવું જોઈએ. જેથી કંપનીઓની સ્થિતિ સુધરી શકે. હાલની સ્થિતિમાં ઓટો સેક્ટરમાં 28 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. રાજીવ બજાજે જણાવ્યું કે જો જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કરી દેવામાં આવે તો બાઈકની કિંમત 8000થી 10 હજાર સુધી ઓછી થશે.
મોંઘી થઈ શકે છે આ વસ્તુઓ
મળતી માહિતી મુજબ બેઠકમાં કેટલાક રાજ્યો દ્વારા અહિતકર સામાન એટલે કે સિન ગુડ્સ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવાની સંભાવના છે. સિન ગુડ્સ પર સેસ વધારવાનો પ્રસ્તાવ આપનાપા પંજાબ, છત્તીસગઢ, બિહાર, ગોવા , દિલ્હી જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જો એવું થાય છે તો સિગરેટ, પાન મસાલા મોંઘા થઈ જશે.
હાલની જીએસટી રેટ સ્ટ્ર્ક્ચરના અનુલાર કેટલાક સિન ગુડ્સ જેમાં સિગરેટ, પાન મસાલા અને એરટેડ પેય સામિલ છે. જેના પર સેસ લાગશે. સિન ગુડ્સ ઉપરાંત કાર જેવી લક્ઝરી ઉત્પાદનો પર પણ સેસ લગાવવામાં આવી શકે છે.
ગોલ્ડ જ્વેલરીને વેચવા પર આપવો પડશે ટેક્સ
જૂના સોનાના આભૂષણો કે સોનાને વેચવા પર 3 ટકા જીએસટી ચૂકવવી પડશે. બેઠકમાં આ અંગે નિર્ણય થઈ શકે છે. બેઠકમાં એ પણ નિર્ણય લેવાઈ શકે છે કે સોના અને આભૂષણોની દુકાનોએ પ્રત્યેક ખરીદી વેચાણ પર ઈ ઈનવોયસ કાઢવું પડશે. આ પગલુ ટેક્સ ચોરી રોકવા માટે ભરવામાં આવ્યું છે. અનેક નાના મોટા શહેરોમાં સોનાની ખરીદી વેચાર પર કાચા બિલ બનાવી ટેક્સ ચોરી થાય છે. જેથી આ નિર્ણય લેવાશે.