સરકારે કંપોઝિશન યોજના (GST Composition Scheme) અંતર્ગત રજીસ્ટર્ડ નાના ટેક્સપેયર્સ દ્વારા નાણાકીય વર્ષ 2021-22 માટે માલ અને સેવા કર રિટર્ન ભરવામાં મોડુ થવા પર જૂન સુધી બે મહિના માટેની લેટ ફી માફ કરી દીધી છે.
સરકારે નાના વેપારીઓને રાહત આપી
રિટર્ન ભરવામાં લેટ કરનારાની આ ફી માફ કરી દીધી
નાણાકીય વર્ષ 2021-22 માટે લેટ થનારાને આ ફી નહીં લાગે
સરકારે વેપારીઓને મોટી ગિફ્ટ આપી છે. કેન્દ્ર સરકારે કંપોઝિશન યોજના (GST Composition Scheme) અંતર્ગત રજીસ્ટર્ડ નાના ટેક્સપેયર્સ દ્વારા નાણાકીય વર્ષ 2021-22 માટે માલ અને સેવા કર રિટર્ન ભરવામાં મોડુ થવા પર જૂન સુધી બે મહિના માટેની લેટ ફી માફ કરી દીધી છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, નાણાકીય વર્ષ 2021-22 માટે જીએસટીઆર -4 દાખલ કરવામાં લેટ થનારાને 1 મેથી 30 જૂન, 2022 સુધી લેટ ફી નહીં લગાવામાં આવે. આપને જણાવી દઈએ કે, કંપોઝિશન સ્કીમ અંતર્ગત રજીસ્ટ્રેડ ટેક્સપેયર્સ દ્વારા જીએસટીઆર-4 દર વર્ષે ભરવામાં આવે છે.
AMRG એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું કે, નાના વેપારીઓની સુવિધા માટે સરકારે 2021-22 માટે 30 જૂન 2022 સુધી GSTR ભરવામાં લેટ થવા પર લેટ ફી માફ કરી દીધી છે, આ સારો નિર્ણય છે.
મોડી ફી ભરવા પર કેટલી લેટ ફી આપવી પડે
GSTના નિયમ અનુસાર GSTR-4 દાખલ કરવામાં મોડુ થવા પર દરરોજ 50 રૂપિયાના હિસાબે લેટ ફી લાગે છે. જો કે, કરની રકમ શૂન્ય છે, ત્યાં વધુમાં વધુ 500 રૂપિયા લેટ ફી તરીકે લગાવામાં આવે છે. અન્ય કેસમાં 2000 રૂપિયા સુધી લેટ ફી લગાવામાં આવશે.
શું છે કંપોઝિશન સ્કીમ
GST કંપોઝિશન સ્કીમને કોઈ પણ વેપારી પસંદ કરી શકે છે. જેની ટર્નઓવર 1.5 કરોડથી ઓછુ છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં વેપારીઓ માટે તે 75 લાખ રૂપિયા છે. આ યોજના અંતર્ગત નિર્માતાઓ અને વેપારીઓને 1 ટકા જીએસટી ચુકવવાનું હોય છે. જ્યારે રેસ્ટોરંટ માટે અહીં 5 ટકા અને અન્ય સેવા માટે 6 ટકા છે.
QRMP યોજના અંતર્ગત રિટર્ન ફાઈલ કરવાનો આજે અંતિમ દિવસ
QRMP યોજના અંતર્ગત આવતા જીએસટી કરદાતાઓની રિટર્ન ફાઈલ કરવાની આજે 27 મે 2022ના રોજ અંતિમ દિવસ છે. એપ્રિલ 2022 મહિનાના કર PMT-06 ફોર્મ/ ચલણ દ્વારા જમા કરાવી દે. ટેક્સનું લેટ ચુકવણી કરવા પર વ્યાજ લાગે છે.